ભાવનગર મહાપાલિકાના પૂર્વ કમિશ્નર અને આલ્કોક એશડાઉનના રપ લાખના લાંચના આરોપમાં પ્રદિપ શર્મા જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે છે. ત્યાં તેમની તબિયત લથડતાં મોડીરાત્રે સારવાર અર્થે સર ટી. હોÂસ્પટલ ખસેડાયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ, ભાવનગર મહાપાલિકાના પૂર્વ કમિશ્નર પ્રદિપ શર્મા જે લાંચ લેવાના કેસમાં આરોપી તરીકે જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે રખાયા છે. જ્યાં ગત મોડીરાત્રે તબિયત બગડતાં સારવાર અર્થે સર ટી. હોÂસ્પટલના આઈસીયુ વોર્ડમાં ખસેડાયા હતા. તબીબોના જણાવ્યા મુજબ તેમને હળવો એટેક આવ્યો હોવાનું અને રીપોર્ટ કરાવ્યા હોવાનું જણાવ્યું હતું.