વારાણસીથી પ્રિયંકાનો સરકાર પર હુમલો : લખીમપુર ખીરીમાં થયેલી હિંસાને લઈને તેમણે મુખ્યમંત્રી યોગી પર આરોપીઓને બચાવવાનો આરોપ લગાવ્યો
નવી દિલ્હી, તા.૧૦
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં છે. પ્રિયંકા ગાંધીએ ત્યાં કિસાન ન્યાસ રેલીને સંબોધિત કરતા કેન્દ્ર અને પ્રદેશની ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ છે. આ દરમિયાન લખીમપુર ખીરીમાં થયેલી હિંસાને લઈને તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર આરોપીઓને બચાવવાનો આરોપ લગાવ્યો છે. કિસાન ન્યાય રેલીને સંબોધિત કરતા પહેલા પ્રિયંકા ગાંધી વાડ્રાએ દેશના નવા કૃષિ કાયદાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. પ્રિયંકા ગાંધીએ કિસાનોને કહ્યું કે, તમારી ખેતી ધીમે-ધીમે છીનવવામાં આવી રહી છે. કિસાનોની ખેતી અબજોપતિઓના કબજામાં જઈ રહી છે. તેથી તમારે સાવધાન રહેવાની જરૂર છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ બાદ પ્રિયંકા ગાંધીએ માઇક સંભાળતા સૌથી પહેલા દેવી દુર્ગાનું આહ્વાન કર્યું. જિલ્લાના રોહનિયા સ્થિત જગતપુર ઇન્ટર કોલેજના મેદાનમાં પહોંચી લોકોને સંબોધિત કરવા દરમિયાન મંચ પરથી મંત્રોનું ઉચ્ચારણ કરતા જયકારના નારા લગાવ્યા હતા. ગાંધીએ કહ્યું કે, ભાજપ કિસાનોનું અપમાન કરી રહી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, સરકાર લખીમપુર ખીરીના દોષીતોને બચાવી રહી છે. તેમણે કહ્યું કે, ગૃહ રાજ્યમંત્રીના પુત્રએ પોતાની ગાડીથી કિસાનોને કચડી દીધા અને બધા ૬ પરિવાર વળતર અને ન્યાયની માંગ કરી રહ્યાં છે. પરંતુ આ સરકાર ન્યાય અપાવશે નહીં. મુખ્યમંત્રી બચાવ કરી રહ્યાં છે. પીએમ લખનઉ આવ્યા પરંતુ લખીમપુર ખીરી ગયા નહીં. આઝાદી કોણે આપી જેનો મહત્સવ મનાવવામાં આવી રહ્યો છે, આ આઝાદી કિસાનોએ આપી છે. તેથી જ્યાં સુધી રાજીનામું નહીં ત્યાં સુધી લડાઈ ચાલું રહેશે.
કિસાન ન્યાય રેલીના મંચથી કોંગ્રેસ નેતાઓએ યોગી સરકાર વિરુદ્ધ હુંકાર ભરીય પ્રિયંકા ગાંધીના ભાષણ પહેલા પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લૂ, ધારાસભ્ય આરાધના મિશ્રા, પૂર્વ સાંસદ રાજેશ મિશ્રા, પૂર્વ ધારાસભ્ય અજય રાય સહિત અન્ય નેતાઓએ ભાજપ સરકાર પર હુમલો કર્યો હતો. પ્રિયંકા ગાંધીએ રેલી પહેલા કાશી વિશ્વનાથ મંદિરમાં બાબાના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેણે મા દુર્ગાના મંદિર પહોંચીને પૂજા-અર્ચના કરી હતી. જ્યાં કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યાં હતા. મહત્વનું છે કે લખીમપુર ખીરીની ઘટના બાદ પ્રિયંકા ગાંધી પીડિત પવિવારને મળવા માટે પણ પહોંચ્યા હતા.