આજના આધુનિક યુગમાં શિક્ષણ મેળવવું જરૂરી છે. પરંતુ માત્ર સિલેબસ આધારિત શિક્ષણ મેળવતા હોય વધારાનું જ્ઞાન મળતું નથી. નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા નવા પ્રવેશ મેળવેલ વિધાર્થીનીઓ માટે ઓરીએન્ટેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ આયોજનમાં ભાવનગર જીલ્લાના શિક્ષણવિદો દ્વારા તેમણે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજના યુગમાં ટેકનોલોજી ની સાથે અંગ્રેજીનું જ્ઞાન હોવું પણ આવશ્યક છે. પરંતુ અંગ્રેજી ભાષા ના હાઉ થી આજનો વિધાર્થી ડરે છે.નંદકુંવરબા મહિલા કોલેજ- દ્વારા અંગ્રેજી ભાષાના હાઉ ને દુર કરવા માટે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી ના પ્રોફેસર ડો. એમ.બી.ગાયજન નું અંગ્રેજી ભાષા માટેના ભય ને કેમ દુર ભગાડી શકાય તે અંગે વ્યાખ્યાન યોજાયું હતું.