રાજુલાના વિક્ટર ગામે મોટા ભાગના લોકો મજૂરી અર્થે અન્ય ગામમાં તેમજ અન્ય જીલ્લાઓમાં સ્થળાંતર કરતા હોય મતદાર સુધારણા જુંબેશના દિવસોમાં તેઓ હાજર રહી શકતા નથી તેમના માટે ૦૧/૦૫/૨૦૧૮ આંતરરાષ્ટ્રીય મજૂર દિન ના દિવસે મતદાર યાદીમાં નવા નામો નોંધવા સુધારા વધારા કરવા માટેની ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું બી.એલ.ઓ હસમુખભાઈ વેગડ અને દિપકભાઈ રામપ્રસાદીએ ઘરે ઘરે જઈ અને ડોર ટુ ડોર લોકોને મળી અને માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ ગામમાં મજૂર માર્ગદર્શન મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મામલતદાર કોરડિયા સાહેબ,નાયબ મામલતદાર ચૌહાણ, બી.એલ.ઓ સુપર્વાયઝર રવિભાઈ જોશી, ગામના તલાટી વિશાલભાઈ,ગામના સરપંચ પરિતાબેન મહેશભાઈ મકવાણા, કેતનભાઈ ધાપા, દાદુભાઈ ગાહા, ઇનાયત ભાઈ ગાહા, અશોક ભાઈ વાળા સહિતના બહોળી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા. મામલતદાર મતદાન સુધારણા અંગનું ગ્રામજના ને માર્ગદર્શન પૂરું પડ્યું હતું.