રાજુલા તાલુકાના બારપટોળી ગામે સુજલમ્ સુફલમ યોજના અંતર્ગત જે જુનુ તળાવ રાજકીય કાવાદાવામાં ઘેરાયેલને પ્રાંત અધિકારી ડાભી દ્વારા તમામ અડચણો દુર કરી ભાજપ કોંગ્રેસ એક સાથે મળી ધારાસભ્ય, મામલતદાર, સરપંચ અને જાગૃત નાગરિક આગેવાન દેવાતભાઈ વાઘ દ્વારા ખાત મર્હુત કરાયું.
રાજુલા તાલુકાના જુની બાર પાટોળી ગામે આજે સુજલમ સુફલમ્ યોજના અંતર્ગત ડેપ્ય્ટી કલેકટર ડાભી, મામલતદાર કોરડીયા, ધારાસભ્ય અંબરીષભાઈ ડેર, સરપંચ આતાભાઈ વાઘ ગામના જાગૃત નાગરિક દેવાતભાઈની ટીમ જજેણે આ તળાવ રાજકીય કાવાદાવામાં ઘેરાય ગયેલ અને ઉંડુ ઉતારવાનું કામ બંધ પડી ગયેલ જેણે ગાંધીનગર સુધી દોડા દોડી કરી અને પ્રાંત ડાભીની સાચી લગનથી સુજલમ સુફલમ્ યોજનામાં લેવરાવી ફરી પાછુ કોઈ જાતની અડચણ વિના આજે સરકારી અધિકારીઓ ધારાસભ્ય અંબરીષભાઈ ડરે અરે ભાજપ કે કોંગ્રેસને એક સાઈડ મુકી સર્વ જનતાના હીત કારણ સર્વ ગામ આગેવાનો તેમજ આજુબાજુના પણ ગામ આગેવાનો અજયભાઈ ખુમાણ, નાગુશ્રી કસુભાઈ વરૂ, બાલાની વાવા તેમજ રાજુલા તાલુકા પ્રમુખ વલ્કુભાઈ બોસ, તાલુકા સદસ્ય કથડભાઈ લાખણોત્રા તેમજ ખાસ આ પ્રસંગે ઉપÂસ્થત જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણની હાજરીમાં વિધીવત ભુમી પુજન કરી ખાતમુર્હુત કરાયું છે.