શહેર ઘોઘાગેઈટ ચોક ખાતે મોંઘવારી રૂપી પૂતળા દહન કર્યું, પોલીસે કાર્યકરોની અટકાયત કરી

676

દેશભરમાં દિવસેને દિવસે વધતી જતી મોંઘવારી અને પેટ્રોલના ભાવને લઇને શહેર કોંગ્રેસે ભાવનગરના ઘોઘાગેટ વિસ્તાર માટે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કૉંગ્રેસએ મોંઘવારી રૂપી પૂતળા દહન કર્યું હતું, આ વિરોધ પ્રદર્શન વેળાએ પોલીસે કૉંગ્રેસ કાર્યકરોની ધરપકડ કરી હતી.

કોરોનાની મહામારીમાં દરમિયાન આવેલ લોકડાઉનમાં દેશમાં મધ્યમવર્ગના કે ગરીબ વર્ગ કમર તોડી નાખી હતી, ત્યારે એકતરફ બચત મૂડી કોરોના લોકડાઉન સમયમાં વેડફાઈ ગઈ છે અને ઘર ચાલવા માંડમાંડ રોજગારી મેળવે છે ત્યારે હાલની પરિસ્થિતિમાં દિવસેને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધતા રહ્યા છે, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની સીધી અસર જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ પર પડી રહી છે જે મોંઘવારીએ મઝા મૂકી છે, સતત રાંધણ ગેસમાં પણ વધારો થઈ રહ્યો છે જેના કારણે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગનું બજેટ ખોરવાયું છે,જે સમય માં લોકોના ધંધા રોજગાર બંધ હતા છતાં સરકારે લોકો ની સામે જોયું નથી અને આ પેટ્રોલ-ડીઝલ ના સતત વધતા ભાવ ને કારણે અન્ય જીવન જરૂરિયાત ની વસ્તુઓ પણ મોંઘી બની છે, ટ્રાન્સપોર્ટ ના ખર્ચ વધ્યા છે, મોંઘવારી એ માઝા મૂકી છે આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતી દ્વારા શહેરના ઘોઘાગેટ ખાતે રાક્ષસ રૂપી આ મોંઘવારીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, વિપક્ષ નેતા ભરતભાઈ બુધેલીયા, કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર, એન.એસ.યુ.આઈ, યુથ કૉંગ્રેસના સભ્યો, મહિલા કૉંગ્રેસ તેમજ વિવિધ સેલના આગેવાન, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleઅમે સુપ્રીમ કોર્ટના બે સિટીંગ જજો દ્વારા આ ઘટનાની તપાસની માંગ કરી છે :રાહુલ ગાંધી
Next articleભાવનગરના શક્તિધામ ભંડારીયામાં આજે પણ 300 વર્ષ જૂની ભવાઈ નાટકની પરંપરા યથાવત