ભાવનગરમાં છેલ્લા નોરતે બહેનોએ ટ્રેડિશનલ વસ્ત્રો ધારણ કરી રાસની રમઝટ બોલાવી

625

સોસાયટીના આયોજકો ઈચ્છિ રહ્યા છે કે દર વર્ષે સોસાયટી, શેરીઓમાં જ આયોજન થાય
નવલા નોરતાનો તહેવારના છેલ્લા દિવસે શેરી ગરબામાં ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી. સોસાયટીઓ, શેરીઓ, શાળા-કોલેજોમાં નાના-મોટા આયોજનોમાંએ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શેરી સોસાયટીઓ સુંદર રીતે શણગાર કરવામાં આવ્યો હતો અને જુદી-જુદી જગ્યાએ મહાઆરતી, ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન સહિતના આયોજનો કરવામાં આવ્યાં હતા.
ભાવનગર શહેરના રૂપાણી સર્કલ પાસે આવેલા અમીસોસાયટીમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી અંતિમ ચરણમાં પણ ધૂમ મચાવી રહી છે. નવમા નોરતે બહેનોએ ટ્રેડિશનલ વસ્ત્રો ધારણ કરી ગરબા લીધા હતા, અંતિમ નોરતે સોસાયટીની બહેનો મોટી સખ્યામાં ગરબા લેવા માટે જોડાયા હતા, અહીં છેલ્લા 25 વર્ષથી સોસાયટીમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

તક્ષશિલા એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ ખાતે ત્રણ દિવસે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, તક્ષશિલા વિદ્યાપીઠ તેમજ બી.કોમ, બી.એસ.સી, ડી.એચ.એસ.આઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં બેસ્ટ ટ્રેડિશનલ વેર તથા બેસ્ટ સ્ટેપ લીધા હોય તેઓને એક થી ત્રણ નંબર આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા, આ આયોજનમાં વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ પણ ઉત્સાહભેર નવરાત્રિ મહોત્સવમાં જોડાયા હતા.

શહેરના વિદ્યાનગરમાં આવેલા બાંભણિયાની વાડી ખાતે ગોવિંદબાગ કો.ઓ.સોસાયટી દ્વારા 12 વર્ષથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા નોરતે બહેનો માટે સોસાયટી દ્વારા ફેન્સી ડ્રેસ કોમ્પીટીશન રાખવામાં આવ્યું હતું. જેમાં બેહનો, બાળકો સુંદર ટ્રેડિશનલ વસ્ત્રો ધારણ કરી ગરબા લીધા હતા, જેમાં સોસાયટીના સભ્યો ગંભીરભાઈ પરમાર, વિપુલ જોષી, કલ્પેશભાઈ આચાર્ય, યોગેશભાઈ લાઠીયા, ચિરાગ બારૈયા તથા સભ્યોએ સારી ઝેહમત ઉઠાવી હતી.શહેરના મેઘાણી સર્કલ પાસે આવેલ સાંઈબાબા મંદિર ખાતે દરવર્ષે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે નવલા નોરતાના છેલ્લા દિવસે બહેનોએ રાસની રમઝટ બોલાવી હતી અને બહેનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલ થાપનાથ મહાદેવ મંદિર પાસે બોરતળાવ મહાકાળી મિત્ર મંડળ દ્વારા છેલ્લા 35 વર્ષથી શેરી ગરબા નું આયોજન કરવામાં આવે છે. જેમાં આજે નવલા નોરતાના સાતમાં દિવસે બેહનો રાસ ની રમઝટ બોલાવી હતી. સોસાયટીના ભાઈઓ-બેહનો એ ટ્રેડિશનલ ટ્રેસમાં અવનવાં સ્ટેપ રમ્યા હતા. મંડળના સભ્યોએ સારી જહેમત ઉઠાવી ને આ આયોજન ને સફળ બનાવ્યો હતો. આમ, શહેરમાં આવેલ શેરી ગરબાઓનું ખાસુ મહત્વ વધ્યું છે જેને કારણે પરંપરાગત નવરાત્રિ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે આમ, નવરાત્રિના છેલ્લા દિવસે ખેલૈયાઓ મન મૂકી રાસની રમઝટ બોલાવી હતી, લોકો એવું ઈચ્છિ રહ્યા છે દરવર્ષે આવા જ આયોજન થાય જેથી સંસ્કૃતિનું જતન પણ થાય, સોસાયટી, શેરીઓ દ્વારા આયોજનો એ પ્રોફેશનલ આયોજકોની ગરજ સારી હતી.

Previous articleઆસુરી શક્તિ પર દેવી શક્તિના વિજયના પર્વ વિજયાદશમીની ગોહિલવાડમાં ઉજવણી કરાઈ
Next articleસમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિજયા દશમી નિમિતે શસ્ત્ર પૂજન યોજાયું