લોકલ ક્રાઇમ બ્રાંચે 34,600/-ની કિંમત નો વિદેશી શરાબનો જથ્થો કબ્જે કર્યો
ભાવનગર તા,16
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમી આધારે શહેરના નારી ચોકડી પાસેથી પરપ્રાંતિય શરાબના જથ્થાની ખેપ મારવા નિકળેલા બે બુટલેગરો ને 34 હજારના વિદેશી શરાબના જથ્થા સાથે ઝડપી લીધા હતા. ભાવનગર એલસીબી ની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગ પર હોય એ દરમ્યાન આખલો જકાતનાકા પાસે પહોંચતા ખબરીએ માહિતી આપી હતી કે નારી ચોકડી પાસે બે શખ્સો શંકાસ્પદ મુદ્દામાલ સાથે ફરી રહ્યાં છે અને સંભત: શરાબના જથ્થાની વેતરણ ની ફિરાકમાં છે આ માહિતી આધારે ટીમે નારી ચોકડી પાસે આવેલ ભવાની શોપિંગ સેન્ટર સામે થી બે શખ્સોને ઉઠાવી તેના કબ્જામાં રહેલ થેલાની ચકાસણી સાથે નામ-સરનામું સહિતની પુછતાછ હાથ ધરી હતી જેમાં કબ્જે લેવાયેલ થેલાઓ માથી પરપ્રાંતિય બનાવટની શરાબની અલગ અલગ બ્રાન્ડ ની બોટલ કોઈ આધારભૂત દસ્તાવેજ-પરમીટ વિના મળી આવી હતી જેમાં બંને શખ્સોના નામ પુછતાં તેઓએ જણાવ્યું હતું જેમાં અજયસિંગ શિવશંકરસિંગ ઠાકુર ઉ.વ.30 રે ચિત્રા સરકારી આવાસ યોજના તથા અશોક લક્ષ્મણ વણોદિયા ઉ.વ.36 રે.વરતેજ વાળા હોવાનું જણાવતા પોલીસે બંને બુટલેગરો ની પ્રોહિબિશન એક્ટ હેઠળ અટકાયત કરી બંને વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી મુદ્દામાલ તથા આરોપી ઓને સોપી વધુ તપાસ હાથ ધરી હતી.