ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્ર મુંજપરાની આગેવાનીમાં જનઆશીર્વાદ યાત્રાનું આયોજન કરાયું

489

ભાવનગર જિલ્લાના વલભીપુર ખાતેથી કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્ર મુંજપરા ની આગેવાનીમાંબીજા તબક્કાની જ ના આશીર્વાદ યાત્રા યોજાઈ હતી. કેન્દ્રીય મંત્રી બન્યા પછી ડૉ.મહેન્દ્ર મુંજપરા પ્રથમ વખત વલભીપુર આવ્યા હતા.જન આશીર્વાદ યાત્રા અને બીજા તબક્કાના પ્રારંભે સાથે અમદાવાદ જિલ્લાની યાત્રા પૂર્ણ કરી ભાવનગર જિલ્લામાં વલભીપુર થી બીજા તબક્કાની યાત્રાનો પ્રારંભ કરાયો હતો. વલભીપુર ખાતે તાલુકા ભાજપ દ્વારા ઠાકોર સમાજની વાડી ખાતેસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં વલભીપુર તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તાલુકાના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા નું પુષ્પા માળા પહેરાવી સ્વાગત કરાયું હતું.

કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. અને જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં અને ખાસ કરીને વલભીપુર પંથકમાં લોકોએ જન આશીર્વાદ યાત્રાને બાવળા પ્રસિદ્ધ પ્રતિસાદ આપ્યો છે. લોકોના પ્રતિસાદને જોતા લાગી રહ્યું છે કે આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ૧૮૨ માંથી ૧૮૨ સીટ પર કમલ ખિલાવશે. આ રેલીમાં કાર અને બાઇક સહિતના વાહનો સાથે યોજાયેલી જન આશીર્વાદ યાત્રાને વલભીપુર થી ઉમરાળા અને ત્યારબાદ સિહોરના વરલ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવશે.આ જન આશીર્વાદ યાત્રામાં વલભીપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા ભાવનગર જિલ્લાના ત્રણ તાલુકાઓમાં આ જન યાત્રાને લઈ જશે. અને ત્રણ તાલુકાઓના ચાર મથકો પર કેન્દ્રીય મંત્રી સભા સંબોધન કર્યું હતું.

Previous articleકેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પોતાના કાર્યાલય ખાતે આજે લોક પ્રશ્ન સાંભળ્યા
Next articleભાવનગર ખાતે મૂકબધિર દિકરીઓના દાંડિયા રાસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતાં શિક્ષણ મંત્રી