ભાવનગર અને જિલ્લામાં સતત આંઠમાં દિવસે એક પણ કેસ ન નોંધાતા રાહત

284

અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ ૨૯૮ દર્દીઓનું અવસાન થયા
ભાવનગર જિલ્લામાં કોરોના કાબુમાં આવી રહ્યો છે. ભાવનગરમાં સતત આઠમાં દિવસે પણ કોરોનાનો એકપણ કેસ ન નોંધતા તંત્ર અને જિલ્લાવાસીઓએ રાહતના શ્વાસ લીધા હતા. આમ, શહેર ફરી એકવાર કોરોના મુક્ત થયું છે, અને હવે ગ્રામ્યમાં માત્ર બે જ કેસ રહ્યો છે. રાજ્યભરમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો, જોકે, છેલ્લા કેટલાક સમયથી કોરોના કાબુમાં આવી રહ્યો છે. તેની સામે સંભવિત કોરોનાની ત્રીજી લહેરની પણ ભીતિ છે. ત્યારે ભાવનગર જિલ્લામાં કોરોના નાબૂદ થતો હોય તેમ લાગી રહ્યું છે, પણ હરખાવાની કોઇ જરૂર નથી કારણ કે, જો સાવધાની હટી તો દુર્ઘટના ઘટી જેવી સ્થિતિ સર્જાઇ શકે છે. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૦ અને તાલુકાઓમાં ૦ કેસ મળી કુલ ૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી.જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧ હજાર ૪૬૨ થવા પામી છે. આજે ભાવનગર જિલ્લામાં એક પણ કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ ન નોંધાયો હતો, જિલ્લામાં નોંધાયેલા ૨૧ હજાર ૪૬૨ કેસ પૈકી હાલ ૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૮ દર્દીઓનું અવસાન થયા છે.

Previous articleનવરાત્રી મહોત્સવમાં સાંસદ પણ ગરબે ઝૂમી ઊઠ્‌યા
Next articleGPSC, PSI,, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે