કાળિયાર અભ્યારણ્ય ત્રણ મહિના બાદ ફરી શરૂ થયું, બે દિવસમાં 500 પ્રવાસીઓએ મુલાકાત કરી

307

ભાવનગર જિલ્લામાં ભાલ પંથકમાં આવેલ કાળિયાર અભયારણ્ય હાલ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવતા પ્રવાસીઓમાં આનંદની લાગણી પ્રસરી છે. કોરોના મહામારીને પગલે કાળિયાર અભયારણ્ય આશરે બે વર્ષ થી બંધ હતું, ત્યારબાદ ચોમાસાના પગલે ફરી ત્રણ માસ અભ્યારણ બંધ કરવામાં આવ્યું હતું, કાળિયાર અભ્યારણ પ્રવાસીઓ માટે ખોલવામાં આવતા પ્રવાસીઓની ચહલ-પહલ વધશે, જેમાં બે દિવસની અંદર 500થી વધુ પ્રવાસીઓ આવ્યા હતા.
16 જૂનથી અભયારણ્ય બંધ હતું
ભાલ પંથકમાં આવેલ કાળિયાર અભ્યારણ ચોમાસાના પગલે ગત તારીખ 16 જૂને બંધ કરવામાં આવ્યું હતું, આ અભ્યારણ્ય શનિવારના રોજ ત્રણ માસ બાદ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. પ્રવાસીઓના બાળકોના હસ્તે અભ્યારણ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું, પ્રથમ દિવસે આશરે 200 જેટલા પ્રવાસીઓ કાળિયાર અભયારણ્ય મુલાકાત લીધી હતી, અને આજે બીજા દિવસે 300 જેટલા પ્રવાસીઓ મુલાકાત લીધી હતી, આમ બે દિવસ દરમિયાન કુલ 500થી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.

આ કાળિયાર અભયારણ્ય આશરે 7000 હજારથી વધુ કાળિયાર વસવાટ કરે છે, જેમાં અભયારણ્ય અંદર આશરે 3000 કળિયારો છે, આ કળિયારો ને ઉછળકૂદ કરતા નિહાળવા એક લ્હાવો છે, તેથી દર વર્ષે આશરે 15 હજાર જેટલા પ્રવાસીઓ આવતા હોય છે તેમ વન વિભાગના એસીએફ ત્રિવેદીએ માહિતી આપતા જણાવ્યું હતું. કાળિયાર અભયારણ્યમાં આગામી દિવસોમાં હજુ પ્રવાસીઓની સંખ્યા વધશે કારણકે આગામી દિવસોમાં દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે લોકો ફરવા માટે સ્થળ પસંદ કરતા હોય છે કાળિયાર ને જોવા એક આહલાદક આનંદ છે થોડા સમય પૂર્વે 3000 કાળિયારો રોડ પરથી દોડ મૂકી રોડ પસાર થવાનો વીડિયો વાયરલ થયો હતો. કોરોનાની મહામારીના પગલે બે વર્ષથી કાળિયાર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું, તેથી ગત વર્ષે પ્રવાસીઓ આવી શક્યા ન હતા પરંતુ ચાલુ વર્ષે પ્રવાસીઓની મોટી સંખ્યાઓમાં આવે તેવી શક્યતા છે.

Previous articleભાવનગ જિલ્લા પંચાયતની સાધારણ સભામાં રૂ. 18 કરોડના ટાઇડ, અનટાઇડ કામો મંજૂરી માટે મોકલાયા
Next articleSBI ભાવનગર દ્વારા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગશાળાને 10 કમ્પ્યુટર અપર્ણ કરાયા