કેરીના વેપારીઓના દબાણના કારણે ટ્રાફિકને મુશ્કેલી પડી રહી છે. ગાંધીનગર મનપામાં પણ વીવીઆઈપી માર્ગ પર કેટલાક દિવસથી ટ્રેકટરો લઈ ફેરીયાઓ વેપારીઓ દબાણ કરી ટ્રાફિકને અડચણ થાય તેમ રોડ પર કેરીના વેચાણ માટે અડ્ડા જમાવ્યા છે.
સ્વર્ણિમ સંકુલના ગેટ પાસે બારેમાસ કેરીના વેપારીઓનું દબાણ હોય છે. જે ફૂટપાથ પણ રોકી લે છે તથા તાર ફ્રેન્સીંગ કરી હોવા છતાં મોટી આઈસર ગાડીને ઉભી કરી કેરીનું વેચાણ કરી પોઈન્ટની બસ અને સામાન્ય ટ્રાફીકને અડચણ ઉભી કરતા આ દબાણો નઘરોળ તંત્રને દેખાતા નથી કે પછી હપ્તામાં મફતના બોક્ષની લાલચે આવા ચોવીસે કલાક બારેમાસ ઉભા થયેલા દબાણો સામે જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવે છે તેવો પ્રશ્ન આવતા જતાં હજારો કર્મચારીઓના મનમાં સતાવી રહ્યો છે.
એકતરફ તંત્ર દબાણો હટાવે છે બીજી તરફ કેટલાક કોર્પોરેટરો તેને છોડાવવાનો પણ પ્રયત્ન કરતા જોવા મળ્યા છે. જેથી દબાણ અધિકારીઓ પણ મુંઝવણ અનુભવતા જોવા મળે છે. આમ નિયમો મુજબ કામ કરતાં તંત્રને નેતાઓએ ટેકો આપવો જોઈએ જેથી આવા ગેરકાયદેસર દબાણો ઝડપથી દૂર કરી શકાય.