નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે વ્યક્તિત્વ વિકાસ અંગે વ્યાખ્યાન યોજાયું

220

ભાવનગર, તા.૧૯
ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે પ્રથમ વર્ષ બી.કોમ.માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓ માટે ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. ધો.૧૨નો અભ્યાસ પૂર્ણ કર્યાં બાદ પોતાની કારકિર્દી બનાવવા માટે વિદ્યાર્થીનીઓ કોલેજમાં પ્રવેશ મેળવતા હોય છે. પરંતુ પોતે પસંદ કરેલ અભ્યાસક્રમમાં ભવિષ્યમાં કેટલી માંગ છે તથા પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિ વિષે પણ અજાણ હોય છે.આજના આ યુગમાં અભ્યાસની સાથે વ્યક્તિનો વ્યક્તિત્વ વિકાસ હોવો જરૂરી છે. આધુનિક સમયમાં બોલવાથી લઇ કપડા પહેરવાની સ્ટાઇલ સુધી વ્યક્તિનો દેખાવ જરૂરી છે. આથી નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે પ્રથમ વર્ષ બી.કોમ.માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓ માટે અભ્યાસની સાથે પોતાના વ્યક્તિત્વનો વિકાસ કેવી રીતે કરવો તે અંગે આ વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું.ભાવનગર જિલ્લાના જાણીતા મોટીવેશનલ સ્પીકર સિરાજ ગાહા પોતાના વ્યક્તિત્વનો કેવી રીતે વિકાસ કરી શકાય છે તે અંગે વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપ્યું હતું.

Previous articleશોર્યઅંજલિ યાત્રાનું વડોદરા મહારાણા પ્રતાપ ચોક ખાતે ભવ્ય સ્વાગત કરાયું
Next articleશહેરના જાકાતનાકા વિસ્તારમાં આવેલ મિઠાઈની દુકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો