ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ તથા તેમની સાથે સનાતન હાઈસ્કૂલમાં ૧૯૮૦ની સાલમાં સાથે ભણતા વિદ્યાર્થીઓ આર.કે. શાહ, શોભના શાહ, ભરત પારેખ, મયંક મજમુદાર તથા કિશન આસ્તિક દ્વારા ઘોઘાસર્કલ પાસે આવેલ ડીવાઈડરમાં ૪૧ કરણના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સનાતન શાળાની સાથે ગાળેલી યાદોને વાગોળતા દેવેનભાઈ શેઠના નિવાસ સ્થાને એકઠા થયેલા મિત્રોએ તેમની દોસ્તીને અખંડ રાખવા વૃક્ષારોપણનો કાર્યક્રમ સાથે મળીને કર્યો હતો.