મૃત્યુ પામનાર સલામતી શાખાના બે જવાનોનાં પરીવારને સ્ટાફ દ્વારા સહાય

812
gandhi5-5-2018-3.jpg

ગાંધીનગર સ્થિત સચિવાલય સંકુલ, વિધાનસભા તથા મુખ્યમંત્રીથી માંડીને મંત્રીઓનાં કાર્યાલય ધરાવતા સ્વર્ણીમ સંકુલોની સુરક્ષા સલામતીની જવાબદારી સચિવાલયની સલામતી શાખાનાં શીરે છે. સલામતી શાખામાં ફરજ બજાવતા બે એસઆરપી જવાનોનાં આકસ્મિક મૃત્યુ થતા સરકાર દ્વારા નિયમાનુંસાર સહાય આપવામાં આવી છે. પરંતુ સલામતી શાળામાં ફરજ બજાવતા જવાનો તથા અધિકારીઓ દ્વારા પણ પૈસા એકઠા કરીને રૂ.૨-૨ લાખનાં ચેક બંને સદગત જવાનોનાં પરીવારને આપવામાં આવ્યા હતા. 
એસઆરપી ગૃપ નં ૯નાં હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ વરંડાનું થોડા સમય પહેલા હ્ય્‌દયરોગનાં હુમલાનાં કારણે અવસાન થયુ હતુ. જયારે અમદાવાદ સ્થિત એસઆરપી ગૃપ ૨નાં કોન્સ્ટેબલ દિપકભાઇ કદમનું બિમારીનાં કારણે મૃત્યુ થયુ હતુ. બંને જવાનો સલામતી શાખામાં મુકવામાં આવેલા હતા ત્યારે અવસાન થયા હતા. દિપકભાઇ બિમાર હોવાથી રજા પર હતા ત્યારે મૃત્યુ થયુ હતુ. જયારે દિનેશભાઇનું ઓફ ડ્‌યુટીમાં મૃત્યુ થયુ હતુ. બંને જવાનોનાં પરીવારજનોને સરકાર દ્વારા મળવા પાત્ર સહાય આપવામાં આવી છે. સચિવાલય સલામતી શાખાનાં અવસાન પામનાર બે જવાનોનાં પરીવારને સલામતી શાખા પરીવારે રૂ.૨-૨ લાખનાં ચેક આપી સહાય કરી 

Previous articleસાંઈમાં આરઓ-ફ્રીઝ સહિત પીવાના પાણીનો સેટ નાઝાભાઈ ઘાંઘરે ભેટ આપ્યો
Next articleચોમાસાના આગોતરા આયોજન માટે મુખ્યસચિવે સમીક્ષા બેઠક બોલાવી સરકારી તંત્રને સજજ રહેવા સૂચના આપી