આઝાદી કા અમૃત મહોત્સવમાં વલ્લભીપુર તાલુકાના બે વિદ્યાર્થીઓ કલાના કામણ પાથરી પ્રથમ ક્રમે વિજેતા થયા

109

કાવ્યગાન સ્પર્ધામાં પૂજા અને ચિત્ર સ્પર્ધાનો વિજેતા મેહુલ હવે જિલ્લા કક્ષાએ ભાગ લેશે
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં તાલુકા કક્ષાએ બે વિદ્યાર્થીઓએ કલાના કામણ પાથરી પ્રથમ ક્રમે વિજેતા થતા હવે બન્ને વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ પોતાનું હિર ઝળકાવવા જશે. વલ્લભીપુર કે.વ.1 પ્રાથમિક શાળાના મેહુલ પ્રકાશભાઈ વાહણકીયાએ 18 ઓક્ટોબરે આયોજિત ચિત્ર સ્પર્ધામાં તથા માનસ પ્રાથમિક કન્યા શાળાની વિદ્યાર્થીની પૂજા પ્રકાશભાઈ સાથળીયાએ કાવ્ય ગાન સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવીને તાલુકાનું તથા દેવીપૂજક સમાજનું ગૌરવ વધાર્યું છે. કલા ઉત્સવ સ્પર્ધામાં ભાગ લઈ આગામી દિવસોમાં બન્ને વિદ્યાર્થીઓ હવે જિલ્લા કક્ષાએ પોતાનું હિર દર્શાવશે. આ તકે ક્લસ્ટર બે વલભીપુર સી.આર.સી. કો-ઓર્ડીનેટર હિરેનભાઈ, વલભીપુર તાલુકા બી.આર.સી કૉ ઓર્ડીનેટર મનુભાઈ ગોહિલ, કેળવણી નિરીક્ષક ચૌહાણ હેમરાજસિંહ, વલભીપુર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચનાબેન ધામેલીયા અને નિવૃત્ત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મમતાબેન ચૌહાણે બન્ને દેવીપૂજક સમાજના બાળકોને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.

Previous articleશરદપૂર્ણિમાની ગોહિલવાડમાં ઉત્સાહ ભેર ઉજવણી, શહેરીજનોએ ઊંધિયું, ગુલાબજાંબુ, દહીંવડાની મનમૂકીને ખરીદી કરી
Next articleભાવનગર એરપોર્ટ પર બોમ્બ મુકાયો હોવાની મોકડ્રિલ યોજવામા આવી