મહોત્સવમાં સારું પ્રભત્વ દાખવતા ખેલૈયાઓને પ્રોત્સાહિત ઇનામ આપી સન્માનિત કરાયા
ભાવનગર શહેરમાં શરદ પૂનમ નિમિતે ઉંધીયુ, દહીંવડા સહિતના સ્વાદિષ્ટ વ્યંજનોના આરોગી રાત્રીએ શેરીઓમાં રાસ ગરબા રમીને ઉજવણી કરી હતી. આમ, ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી. ગોહિલવાડમાં બદલાતાં જતાં ઉત્સવ ઉજવણીના પોઝિટિવ ટ્રેન્ડમાં છેલ્લા બે વર્ષથી આસ્વાદ તથા રાસ-ગરબાના શોખીનો દ્વારા શહેરની ભાગોળે આવેલા વૈભવી ફાર્મહાઉસો, પાર્ટીપ્લોટમા રાસ-ગરબા સાથે ઊંધિયું દહીંવડા સહિતના અનેક સ્વાદિષ્ટ વ્યંજનોના રસથાળ સાથે પ્રોફેશનલ રાસ-ગરબાના આયોજનો પણ કરવામાં આવી રહ્યાં આવાં કાર્યક્રમોમાં સાધનસંપન્ન વર્ગ જોડાઈને પર્વને યાદગાર બનાવે છે.
ભાવનગર ભીલ જ્ઞાતી પંચ મંડળ દ્વારા શરદ પૂર્ણિમા નીમિતે બહેનો માટે રાસ-ગરબા, દાંડિયારાસ નો કાર્યક્ર્મ રાખવામાં આવ્યો હતો, જેમાં જ્ઞાતી તમામ દિકરીઓ અને બહેનોએ આ રાસ-ગરબા મહોત્સવમાં રાસ ની રમઝટ બોલાવી હતી, આ મહોત્સવમાં સારું પ્રભત્વ દાખવતા ખેલૈયાઓને પ્રોત્સાહિત ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.