ભાવનગર-રાજકોટ ધોરી માર્ગ પર ઈશ્વરિયાના પાટિયા પર સર્જાતા અકસ્માતો રોકવા ગતિઅવરોધક મુકવા માંગ થઈ છે. આ અંગે સંબંધિત તંત્રવાહકોને રજુઆત કરાઈ છે.
માર્ગ વિસ્તૃતિકરણ બાદ સ્વાભાવિક વાહનોની ઝડપ વધતા ભાવનગર-રાજકોટ ધોરી માર્ગ પર સણોસરા અને રામધરી ગામ વચ્ચે ઇશ્વરિયાના પાટિયા પાસે જીવલેણ અકસ્માતો સર્જાતા રહ્યા છે. આ અંગે ગ્રામ પંચાયત સભ્ય મુકેશકુમાર પંડિત દ્વારા સંબંધિત તંત્રવાહકોને લેખિત રજૂઆત કરાઈ છે.
ઈશવરિયાના પાટિયા પર બંને બાજુ તકેદારીરૂપ ગતિ અવરોધકો મુકવા જરૂરી છે. અહીં સર્જાતા અકસ્માતો રોકવા આ અંગે માંગ થઈ છે. લોકરોષ કે આંદોલન જેવા કાર્યક્રમો ઉભા ન થાય અને સેવાળ સલામતી સર ગતિ અવરોધકો મુકવામાં આવશે તેમ પત્રમાં આશા વ્યકત કરાઈ છે.