અનન્યા પાંડે-શાહરૂખના ઘરે એનસીબીનાં દરોડા

102

ડ્રગ્સ કેસનો રેલો ચંકી પાંડેના ઘર સુધી પહોંચ્યો : એનસીબીએ અનન્યા પાંડેને સમન પાઠવ્યું અને પૂછપરછ માટે બોલાવી, આર્યન-અનન્યાના ઘરેથી પુરાવા જપ્ત કર્યા
મુંબઈ, તા.૨૧
શાહરૂખ ખાન પર એક પછી એક મુસીબતો આવી રહી છે. એક તો આર્યન ખાનને હજુ સુધી જામીન નથી મળ્યા અને હવે એનસીબીના અધિકારીઓ બોલિવૂડ સુપરસ્ટારના ઘરે પહોંચી ગયા છે. આર્યન ખાનની ધરપકડ બાદ એવી અટકળો હતી કે એનસીબી મન્નત જઈને તલાશી લેશે. હવે એનસીબીની એક ટીમ શાહરૂખ ખાનના ઘરે પહોંચી અને ઘરની તલાશી લઈ રહી છે. આજે જ શાહરૂખ પુત્ર આર્યન ખાનને મળવા માટે જેલમાં ગયા હતા. એનસીબી એ એક રેડ પાર્ટીમાંથી આર્યનની ધરપકડ કરી હતી અને પછી ૩ ઓક્ટોબરથી આર્યન ખાન જેલમાં છે. હજુ તેની જામીન અરજી પર કોઈ નિર્ણય આવ્યો નથી. આજે એનસીબીની ટીમ શાહરૂખ ખાનના મુંબઈ સ્થિતિ ઘર મન્નત પર પહોંચી. કહેવાય છે કે એનસીબી આર્યન ખાનના રૂમથી લઈને અન્ય ચીજોનું સર્ચ ઓપરેશન કરી રહી છે. એનસીબીએ આર્યન પર ’ઈન્ટરનેશનલ ડ્રગ્સ તસ્કરી’નો આરોપ લગાવ્યો હતો. આવામાં એનસીબીને શક છે કે આર્યન પાસેથી કેટલાક વધુ પુરાવા મળી શકે છે.
સૂત્રોના જણાવ્યાં મુજબ એનસીબીએ શાહરૂખ ખાનની મેનેજર પૂજાને મન્નતમાં એક નોટિસ આપી છે. આ નોટિસમાં લખ્યું છે કે જો આર્યન ખાન પાસે કોઈ અન્ય ઈલેક્ટ્રોનિક ડિવાઈસ હોય તો તેના પરિવારે તે એનસીબી પાસે જમા કરાવવાનો રહેશે. આ ઉપરાંત આર્યન ખાન સંલગ્ન ડોક્યુમેન્ટ્‌સ પણ માંગ્યા છે. જેમાં તેના એજ્યુકેશન સંલગ્ન ડોક્યુમેન્ટ્‌સ પણ સામેલ છે. જો તેની કોઈ મેડિકલ હિસ્ટ્રી હોય તો તેના પણ ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા છે. જેમાં દવાઓની જાણકારી અને અન્ય પ્રિસ્ક્રિપ્શન સામેલ છે. આ સાથે જ વિદેશમાં જ્યાં પણ આર્યને ટ્રાવેલ કર્યું તે સંબંધિત ડોક્યુમેન્ટ્‌સ પણ માંગ્યા છે. શાહરૂખ ખાનના ઘરે એનસીબીના અધિકારી વીવી સિંહ પહોંચ્યા. તેમનું કહેવું છે કે તપાસ સંલગન થોડું પેપરવર્ક રહી ગયું હતું જેના માટે તેઓ આવ્યા છે.
અત્રે જણાવવાનું કે ૨૦ ઓક્ટોબરના રોજ કોર્ટમાં આર્યનની જામીન પર સુનાવણી પહેલા એનસીબીએ કહ્યું હતું કે તેમણે કોર્ટમાં આર્યનની વોટ્‌સએપ ચેટ્‌સ સબમિટ કરી દીધી છે. એનસીબીએ તે વખતે કહ્યું હતું કે પોલીસને ડ્રગ્સ સંબંધિત જે વોટ્‌સએપ ચેટ્‌સ મળી છે તે કથિત રીતે આર્યન અને એક ડેબ્યુ અભિનેત્રી વચ્ચેની છે. જો કે તે સમયે એનસીબીએ અભિનેત્રીના નામનો ખુલાસો કર્યો નહતો. એનસીબીએ તેના ઘરે પણ દરોડો પાડ્યો હોવાનું કહેવાય છે. અન્ય એક ચોંકાવનારા સમાચાર એ છે કે બોલિવૂડ અભિનેત્રી અને ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેના ઘરે પણ એનસીબીની ટીમ પહોંચી ગઈ હતી. કહેવાય છે કે અભિનેત્રીનું વોટ્‌સએપ ચેટમાં નામ આવ્યું હતું. એનસીબીએ અનન્યા પાંડેને બપોરે પૂછપરછ માટે બોલાવી હતી. આર્યન ખાનની ચેટથી અનન્યા પાંડેના તાર જોડાયેલા હોવાની વાત સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ એનસીબીએ અનન્યા પાંડેના ઘરેથી કેટલાક ફોન, લેપટોપ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો પણ જપ્ત કર્યા છે. એનસીબીને મળેલી વોટ્‌સએપ ચેટ્‌સમાં સામે આવ્યું હતું કે આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચે વાતચીત થઈ હતી. એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે અનન્યા પાંડેની પૂછપરછ કરશે. તેઓ ઈન્વેસ્ટિગેશનની તૈયારી કરી રહ્યા છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ હવે શાહરૂખ ખાનના ઘર મન્નતમાં દરોડા પાડ્યા છે. ગુરુવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમ શાહરૂખ ખાન અને ગૌરી ખાનના ઘરે પહોંચી હતી. એનસીબીના અધિકારીઓના હાથમાં કેટલાક દસ્તાવેજો જોવા મળી રહ્યા હતા. જે પરથી લાગી રહ્યું છે કે, તેઓ સર્ચ ઓપરેશન માટે આવ્યા છે.
બીજી તરફ મુંબઈ ક્રૂઝ શિપ ડ્રગ્સ કેસનો રેલો એક્ટર ચંકી પાંડેના ઘર સુધી પહોંચ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની એક ટીમ ગુરુવારે બપોરે એક્ટ્રેસ અનન્યા પાંડેના ઘરે પહોંચી હતી. અનન્યા ચંકી પાંડેની દીકરી છે. એક મહિલા અધિકારી સાથે એનસીબીની ટીમ અનન્યાના ઘરે પહોંચી હતી. અહીં થોડી જ વારમાં સર્ચ ઓપરેશન પૂરું કર્યા બાદ તેઓ શાહરૂખના ઘરે પહોંચ્યા હતા.
એનસીબીએ અનન્યા પાંડેને સમન પાઠવ્યું છે અને પૂછપરછ માટે બોલાવી છે. ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ જ મીડિયામાં અહેવાલો વહેતા થયા હતા કે, આર્યન ખાનની વોટ્‌સએપ ચેટમાં એક ડેબ્યૂ કરવા જઈ રહેલી એક્ટ્રેસ સાથેની ચેટ મળી આવી હતી. એનસીબીએ કોર્ટમાં દાવો કર્યો હતો કે, આર્યન અને આ એક્ટ્રેસ જણાવી દઈએ કે, અનન્યા પાંડે શાહરૂખ ખાનની દીકરી સુહાનાની બેસ્ટ ફ્રેન્ડ છે. એટલું જ નહીં અનન્યા અને આર્યન પણ સારા મિત્રો છે. ઉપરાંત અનન્યાના પેરેન્ટ્‌સ ચંકી અને ભાવના પાંડે પણ શાહરૂખ અને ગૌરીના મિત્રો છે.

Previous articleઆર્યન ખાનના જામીનની સુનાવણી ૩૦ ઓક્ટોબરે
Next articleરોટરેક્ટ ક્લબ ઓફ ભાવનગરને બેસ્ટ ઓફ બેસ્ટ ક્લબનો એવોર્ડ એનાયત