ચીનમાં કોરોનાની વાપસીએ સમગ્ર દુનિયામાં ચિંતા વધારી

94

ફ્લાઇટ્‌સ રદ, શાળાઓ બંધ, ઘરમાં કેદ થયા લોકો : ચીનમાં કોરોનાના નવા કેસો સતત વધી રહ્યા છે અને તેને જોતા ચીનની સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે
બેઇજિંગ, તા.૨૨
ચીનમાં કોરોનાની વાપસીએ સમગ્ર દુનિયામાં ચિંતા વધારી છે. અહીં નવા કેસો સતત વધી રહ્યા છે અને તેને જોતા ચીનની સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. ફ્લાઇટ્‌સ રદ કરવામાં આવી રહી છે, ઘણા વિસ્તારોમાં શાળાઓ બંધ થઈ ગઈ છે, અને કેટલાક સ્થળોએ ફરીથી લોકડાઉન થઈ શકે છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો. હવે ચીને ફરી એકવાર દરેકનું ટેન્શન વધારી દીધું છે. ચીનના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ શહેરોમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. પ્રશાસન કેટલાક બહારથી આવેલા યાત્રીઓને આ આઉટબ્રેક માટે જવાબદાર ગણી રહ્યું છે.

Previous articleદેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૫,૭૮૬ મામલા નોંધાયા
Next articleઉત્તરાખંડમાં ૯ ટ્રેકર્સનાં મૃતદેહ મળ્યા, કુલ મૃત્યુઆંક ૬૪ થયો