જીવનના દરેક ક્ષેત્રને ઉજાગર કરનાર એવા યુગપુરૂષ શ્રી કૃષ્ણ ભગવાન જેના વિના અધુરા હતા તેવા શ્રી રાધાજીનું સંપૂર્ણ ચરિત્ર રજૂ કરતું, પ્રદિપભાઇ મહેતા લિખિત ‘બરસાના’ પુસ્તકનું વિમોચન સાંસદ અને ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભારતીબેન શિયાળ તથા તેજસ્વી વક્તા જય વસાવડાની ઉપસ્થિતિમાં, યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. વૃજરાજકુમારજી દ્વારા તા.૨૪-૧૦ને રવિવારના રોજ શહેરના મેઘાણી ઓડિટોરીયમ ખાતે વિમોચન કરવામાં આવશે. રાધાજીના ચરિત્રને સમજવા માટે કૃષ્ણની દ્રષ્ટિ અને હૃદય હોવા જોઇએ. રાધાજીને જાણવા, સમજવા અને એક સ્ત્રીના હૃદયમાં રહેલી પ્રેમ માટેની ભાવના, સમર્પણ, ત્યાગને સમજવા માટે બરસાના પુસ્તક અવશ્ય વાંચવું જોઇએ. પ્રેમ એ માત્ર પામવા માટે નથી પરંતુ ત્યાગ કરીને પણ પ્રેમ પામી શકાય છે એ વાતનું ઉજાગર કરતું બરસાના રાધાજીના કૃષ્ણ પ્રત્યેના અપ્રતિમ પ્રેમને ઉજાગર કરે છે. આજની યુવા પેઢીને રાધા કૃષ્ણનો નિર્મળ પ્રેમ સમજવો અતિ આવશ્યક છે. શ્રી કૃષ્ણની રાધાનું ‘બરસાના’ પુસ્તકનું વિમોચન એ એક મોટા ઉત્સવ સમાન છે. આ ઉત્સવમાં વડોદરા-સુરતના યુવા વૈષ્ણવાચાર્ય વૃજરાજકુમારજી દ્વારા કર્મ, ધર્મ અને શ્રદ્ધાના વિચારો થકી આશિર્વચન આપશે તેમજ શબ્દોની આંગળીએ ગુજરાતના પ્રસિદ્ધ તેજસ્વી વક્તા અને વિચારક જય વસાવડા રાધા-કૃષ્ણના સંવાદનું શબ્દાનુસધાન રચશે. રાધાજીના ચરિત્રને આપણી સમક્ષ ચરિતાર્થ કરશે.