સ્પર્ધામાં ૧૦૧થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો : ત્રણ ગ્રુપમાં પ્રથમ પાંચ શ્રેષ્ઠ કેપ પેઇન્ટિંગ કરનારા બાળકને પુરસ્કૃત કરવામાં આવ્યાં
ભાવનગરમાં કલાસંઘ દ્વારા આજે રવિવારે અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટી-૨૦ વિશ્વ કપમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈ પેઈન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરમાં કલાસંઘ વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમો હંમેશા કરતું રહે છે, તે મુજબ આજે રવિવારે ભારત પાકિસ્તાનની ્૨૦ વર્લ્ડકપની મેચ છે. ત્યારે ભારતની ટીમનો જુસ્સો વધારવાના હેતુસર કેપ પેઇન્ટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું .્૨૦ વર્લ્ડકપ મેચમાં ભારત-પાકિસ્તાન આજે રવિવારે મેચ છે જે અનુસંધાને કલાસંઘ દ્વારા કેપ પેઇન્ટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, રૂપાણી ખાતે આવેલા ઉડાન જુનિયર ખાતે કેપ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ કોમ્પિટિશનમાં ૧૦૧ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગ્રુપમાં પ્રથમ પાંચ શ્રેષ્ઠ કેપ પેઇન્ટિંગ કરનારા બાળકને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. તમામ સ્પર્ધકને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતા. એક વિશિષ્ટ માધ્યમ દ્વારા કલાપ્રસારનો અનોખો પ્રયોગ જોવા મળ્યો હતો.