ગૌરીશંકર પ્રાથમિક શાળા નં.૬૫, બોરતળાવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

103

નિવૃત્ત શિક્ષકોનો વિદાય, તેજસ્વી તારલાઓનું સન્માન, શાળાના દાતાઓનું સન્માન
તા.૨૩-૧૦-૨૧ ના રોજ ગૌરીશંકર પ્રાથમિક શાળા નં.૬૫, બોરતળાવ માં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો.શાળામાથી નિવૃત્ત થતા શિક્ષકોને શાળા પરિવાર તરફથી સન્માન પત્ર અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા.નિવૃત શિક્ષકોએ પણ શાળા અને બાળકોનું ઋણ ચૂકવવા શાળાને ભેટ આપી. શાળાના ધોરણ-૬ થી? ૮ દરેક વર્ગના ત્રણ તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ, પ્રમાણપત્ર, શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં.આ શાળાને રૂ.૧,૧૧,૦૦૦ ની ?કિમંતની માઈક સિસ્ટમ તેમજ બાળકોને ઈનામ આપવામાં જેમણે દાન આપી ખૂબ ઉમદા કાર્ય કર્યું તેવા દાતાઓ નયનભાઈ ગોળકીયા અને ધર્મેશભાઈ ગાબાણી ( ડિવાઈન સ્ટાર) નુ સન્માન કરવામાં આવ્યું.શાળાના આચાર્ય સલિમભાઈ આગવાને પધારેલ મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર શહેરના અધ્યક્ષ મહેશભાઈ મોરી અને પ્રચાર મંત્રી તેમજ કે.વ.શા.નં.-૮ ના આચાર્ય ભરતભાઈ ભટ્ટે નિવૃત્ત થતા શિક્ષકોનું પુસ્તકો આપીને સન્માન કર્યું હતું. આ ત્રિવિધ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શિશિરભાઈ ત્રિવેદીએ કાર્યક્રમને પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું અને જરૂરી સુચનો સાથે માર્ગદર્શન આપ્યું હતું.શિક્ષણવિદ્‌ માનનીય નલિનભાઈ પંડિત સાહેબે પ્રસંગોચિત વક્તવ્ય આપી માર્ગદર્શન પૂરું પાડયું હતું. આ કાર્યક્રમમાં ન.પ્રા.શિ.સમિતિના ડે.ચેરમેન રાજદીપસિંહ જેઠવા તેમજ? સમિતિના સદસ્યો હરેશભાઈ વઘાસિયા,જાગૃતિબેન ગાંધી પ્રિતિબેન સંઘવી,મહેન્દ્રસિંહ ચાવડા, નિતિનભાઈ વેગડ,ડાયેટના પ્રાચાર્ય હિરેનભાઈ અને શાસનાધિકારી યોગેશભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય સલિમભાઈ આગવાનના માર્ગદર્શન નીચે શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.

Previous articleભાવનગરની અમર જ્યોતિ સરસ્વતી ઇન્ટનરનેશનલ પ્રાઈમરી વિભાગે ખિલખિલાટ સેશન-૪ અંતર્ગત અનોખા ફેશન શોનું આયોજન કર્યુ
Next articleશિશુવિહાર પ્રાંગણમાં સ્વ.મૃદુલાબહેન ઇન્દુલાલ પટવારીની સ્મૃતિ માં ૪૨૪ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાયો