ચીનમાં સતત પાંચમા દિવસે કોરોનાના નવા કેસ આવ્યા

87

બીજિંગ, તા.૨૫
ચીનમાં એકવાર ફરી કોરોના વાયરસ સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે અને આનું કારણ ડેલ્ટા વેરિઅન્ટને બતાવવામાં આવી રહ્યુ છે. ગયા અઠવાડિયે ચીનના ૧૧ પ્રાંતમાં કોરોના વાયરસ ફરીથી ફેલાઈ ગયો છે. ચીનના વરિષ્ઠ સ્વાસ્થ્ય અધિકારીઓનુ કહેવુ છે કે ડેલ્ટા વેરિઅન્ટનો આ કેસ બહારથી આવ્યો છે. ચીનના કેટલાક મહામારી રોગ વિશેષજ્ઞોનુ માનવુ છે કે આ વર્ષ ૨૦૨૦માં વુહાનમાં ફેલાયેલા સંક્રમણ બાદ સૌથી ખતરનાક સંક્રમણ થઈ શકે છે. એક અઠવાડિયામાં ચીનમાં કોવિડ-૧૯ સંક્રમણના ૧૩૩ મામલે નોંધ કરવામા આવ્યા જેમાંથી ૧૦૬ કેસ બીજા દેશોની આવનારા સહેલાણીઓમાં મેળવવામાં આવ્યા. ૧૭ ઓક્ટોબર બાદથી ચીનના ૧૧ પ્રાંતમાં ઘરેલૂ સંક્રમણના કેસ પણ વધ્યા છે. ચીનમાં ઘરેલૂ સ્તર પર અત્યાર સુધી કોરોના વાયરસને નિયંત્રિત કરીને રાખવામાં આવ્યા પરંતુ સતત પાંચમા દિવસે કોરોનાના નવા કેસ જોઈને દેશની ચિંતા વધી ગઈ છે. ચીનમાં વધારે કેસ દેશના ઉત્તરી અને ઉત્તરી પશ્ચિમી પ્રાંતથી સામે આવ્યા છે. સરકારે આ વિસ્તાર પ્રતિબંધિત કર્યા છે. સામે આવી રહેલા નવા મામલા માટે એક વૃદ્ધ દંપતીને જવાબદાર બતાવવામાં આવી રહ્યા છે જે એક ટૂરિસ્ટ ગ્રૂપનો ભાગ હતો. દંપતી ગાંસૂ પ્રાંતના સિયાન અને આ મંગોલિયામાં આવ્યા હતા. તેમની યાત્રા દરમિયાન કેટલાક કેસ નોંધાયા. બીજિંગ સહિત પાંચ પ્રાંતમાં એવા સંક્રમિત લોકો મળ્યા છે જે આ દંપતીના સંપર્કમાં આવ્યા હતા.કોરોનાથી ઉકેલ મેળવવા માટે ચીનની સરકારે મોટા સ્તરે ટેસ્ટ કરાવવાનુ શરૂ કરી દીધુ છે અને ટૂરિસ્ટ સ્થળને પણ બંધ કરી દેવાયા છે. આ સિવાય તે સ્થળોના સ્કુલ અને મનોરંજન સ્થળોને બંધ કરી દેવાયા છે જ્યાં વાયરસનો પ્રભાવ વધારે જોવા મળી છે. કેટલાક વિસ્તારના નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે જરૂરી હોવા પર જ ઘરની બહાર નીકળો.

Previous articleદેશમાં ૨૪ કલાકમાં ૧૪૩૦૬ કોરોનાના કેસો નોંધાયા
Next articleતેલંગણામાં સેનાએ ત્રણ નક્સલવાદીઓને ઠાર કર્યા