GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

145

RRB, PSI, GPSC
HTAT પરિક્ષાની
તૈયારી માટે

૧. સાપને ‘ચક્ષુઃશ્રવા’ કહે છે કારણ કે….?
– સાપને કાન નથી તેથી તે આંખોથી સાંભળે છે
ર. ‘સારસ્વત’ ઉપનામ કયા લખેકનું છે ?
– પુરૂરાજ જોષી
૩. ગાંધીજીએ કાકાસાહેબને કયા નામથી નવાજયા છે ?
– સવાઈ ગુજરાતી
૪. બાલમુકુન્દ દવેએ કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી ?
– ધ્રુવાખ્યાન
પ. ‘અતિ ભલો નહી બોલવું’ દુહામાંથી શો બોધપાઠ મળે છે ?
– કોઈપણ વસ્તુનો અતિરેક હાનિકારક છે
૬. મુકતક કાવ્ય પરકારની શી વિશેષતા છે ?
– ચમત્કૃતિ
૭. વાસુકિ ઉપનામ કયા સર્જકનું છે ?
– ઉમાશંકર જોષી
૮. નાનાલાલના ગ્રંથનું નામ આમાંથીક યું છે ?
– વિશ્વગીતા
૯. નીચે આપેલ કાવ્ય્‌ અને તેના કાવ્યપ્રકારનું કયું જોડકું સાચું છે ?
– સોનેટ
૧૦. ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના પ્રમુખ કોણ છે ?
– વર્ષાઅડાલજા
૧૧. ‘ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી’ ગુજરાતના કવિ કોણ છે ?
– ખબરદાર
૧ર. ‘સિદ્ધહેમ’ વ્યાપકરણ ગ્રંથની રચના કોણે કરી ?
– હેમંચંદ્રાચાર્ય
૧૩. ગુજરાત સાહિત્ય પરિષદનું ર૭મું જ્ઞાનસત્ર તાજેતરમાં કયા સ્થળે યોજાયું ?
– સુરત
૧૪. હાલમાં અમદાવાદ સ્થિત ‘ગુજરાત વિદ્યા સભા’નું મુળનામ શું હતું ?
– ગુજરાત વૃનાકયુલર સોસાયટી
૧પ. કયા સર્જકને ‘અમીકર નગરીના ગરીબ ફકીર’નું બિરૂદ મળેલ છે ?
– ઈન્દુલાલ યાજ્ઞિક
૧૬. નીચેનામાંથી સાપ્રત પ્રવાહોની કટાક્ષકથા કોણ લખે છે ?
– નાથાલાલ દવે
૧૭. ગુજરાત સાહિત્ય પરિષદ દર માસે એક સામયિક બહાર પાડે છે જેનું નામ……. છે.
– પરબ
૧૮. કયા ગુજરાતી સહાય્‌ લેખકને ર૦૦પનો ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ?
– વિનોજ ભટ્ટ
૧૯. ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડની ઈનામી રાશિ કેટલી છે ?
– ૭ લાખ રૂપિયા
ર૦. ભારતના શેકસપીયર તરીકે સાહિતય જગતમાં કોણ ઓળખાય છે ?
– કાલીદાસ
ર૧. ‘લોહીની સગાઈ’ વાર્તાના લેખક કોણ છે ?
– ઈશ્વર પેટલીકર
રર. વર્ષ ર૦૧રમાં અવસાન પામનાર સાહિત્યકાર શ્રી અશ્વિન ભટ્ટની કઈ કૃતિ છે ?
– આશકા માંડલ
ર૩. સાહિતય અકાદમી દ્વારા કુલ કેટલી ભાષાઓને માન્યતા આપવામાં આવી છે ?
– રર
ર૪. ‘રેતીની રોટલી’ નામે હાસ્ય નિબંધ કોણે લખ્યો છે ?
– જયોતિન્દ્ર દવે
રપ. ‘જનનીની જોડ સખી નહિ જડે રે લોલ’ – આ પંકિત કયા કવિની છે ?
– કવિ બોટાદકર
ર૬. નીચેનામાંથી કયો નિબંધ ગુજરાતી સાહિતયમાં પ્રથમ ગણાય છે ?
– મંડળી મળવાથી થતા લાભ
ર૭. ‘કુંવરબાઈનુંમામેરૂ’ આખ્યાનકૃતિ કયા કવિની છે ?
– કવિ પ્રેમાનંદ
ર૮. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?
– સ્નેહ રશ્મિ- ઉમાશંકર જોષી
ર૯. નીચેનામાંથી કયું જોડકું સાચુ નથી ?
– કોકિલા – ચુનીલાલ મડીયા
૩૦. ગુજરાતી સોનેટના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
– બ.કા.ઠાકોર
૩૧. ‘જયાં જયાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની’ કયા કવિની પ્રખ્યાત ગજલ છે ?
– કલાપી

Previous articleન્યૂઝીલેન્ડ સામે હાર્યા તો ભારત ટૂર્નામેન્ટથી બહાર!
Next articleપેટ્રોલ-ડીઝલના ભાવ ૧૯% વધ્યા છતાં વપરાશ ઘટવાની જગ્યાએ વધ્યો