તહેવારોમાં સફાઇની માંગ સાથે સિહોર કોંગ્રેસ દ્વારા આવેદન અપાયું

100

સિહોર શહેરના જુદાં જુદાં વિસ્તારોમાં સાફ સફાઈના અભાવે તથા ગંદા પાણીને લીધે હાલમાં રોગચાળો ખૂબ જ પ્રસરી રહ્યો છે ત્યારે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસરને રૂબરૂ રજુઆત કરીને રોગચાળાને કાબુમાં લેવા જરૂરી દવાઓનો છટકાવ કરીને તેમજ ખાડા-ખાબોચિયામાં માટી કે રેતી નાખીને બુરાણ કરવું સિહોરના લોકોને પીવા માટેના પાણીને ફિલ્ટર કરીને સપ્લાય કરવું, સ્ટ્રીટ લાઈટના પ્રશ્નોનો કાયમી નિકાલ કરવામાં આવે તેમજ દિવાળીના તહેવારોમા શહેરભરમાં નિયમિત સાફ-સફાઈ કરવી તથા હાલમાં દીવાળીના તહેવારોમાં ગૃહિણીઓ ઘરની સફાઈ કરતી હોવાથી પાણીની સપ્લાય દરરોજ નિયમિત પણે કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે સિહોર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયદીપસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ચૌહાણ, ન.પા સદસ્ય મુકેશભાઈ જાની, કરીમભાઈ સરવૈયા, કેતનભાઈ જાની,ઇકબાલ સૈયદ તથા નૌશાદ કુરેશી, અનિલ બારોટ,જયરાજસિંહ મોરી, યુવરાજ રાવ,પી ટી સોલંકી,છોટુભા રાણા,ચેતન ત્રિવેદી,ડી.પી.રાઠોડ,રાજુ ગોહિલ,રહીમભાઈ મહેતર, માનસંગ ડોડીયા,ભાવિન મહેતા,કિરીટભાઈ મોરી,પાર્થ ત્રિવેદી વગેરે જોડાયા હતા.

Previous articleરાષ્ટ્રપતિના આગમન પૂર્વે તડામાર તૈયારી
Next articleરાષ્ટ્રપતિના આગમન પૂર્વે કાયદાનો દંડો ઉગામતુ તંત્ર