યોગ સોસાયટી ઓફ કાશ્મીર દ્વારા યોજાયેલ બીજી ઈન્ટરનેશનલ યોગ સ્પોટસ ચેમ્પયનશીપ-ર૦૧૭માં કુલ ૭ દેશોએ વિયેતનામ, તાઈવાન, બલ્ગેરિયા, યુ.એસ.એ., નેપાળ, કેનેડા, ઈન્ડિયામાંથી પસંદ પામેલ કુલ ૩પૅ૦ સ્પર્ધકોએ ભાગ લીધો જેમાં આકાશ હિતેશભાઈ દાણીધારીયાએ ટ્રેડીશનલ પેર, રિધમિક પેર, આર્ટીસ્ટીક પેર વગેરે વિવિધ ઈવેન્ટમાં ભાગ લઈ જામ્બુ કાશમીરના ડેપ્યુટી સી.એમ. નિર્મળકુમાર સિંહ અને ગવર્નરના વરદ હસ્તે ર ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવેલ છે.
આકાશ હિતેશભાઈ દાણીધારીયા આરોગ્ય ચેરમેન અને નોટરી એડવોકેટ કિર્તિબેન એચ. દાણીધારીયાનો દિકરો છે. જે હાલ ડી.ડી.આઈ.ટી. નાડીયાદમાં સિવિલ એજીન્યરીંગનો અભ્યાસ કરે છે. આ પહેલા ખેલમહાકુંભમાં બે ગોલ્ડ મેડલ મેળવેલ છે. તેમજ વિવિધ આંતરરાષ્ટ્રીય કોમ્પીટીશન જે જમ્બુ, દિલ્હી, કોબા, બેંગલોરમાં યોજાયેલ અને રાષ્ટ્રીય કોમ્પિટિશન સોમનાથ, જાખંડ, કુરૂક્ષેત્ર, દીલ્હી થલવલ ખાતે યોજાયેલ જેમાં સારૂ પ્રદર્શન કરી પાંચ સિલ્વર અઢાર ગોલ્ડ એક બ્રોન્જ મેડલ મેળવેલ છે. તાજેતરમાં ગોવામાં નેશનલ કોમ્પિટિશનમાં પણ ૬ ગોલ્ડ ૧ બ્રોન્જ અને એક ટ્રોફી મેળવી ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનો ખીતાબ મેળવેલ છે. આ રીતે વિવિધ યોગ સ્પર્ધામાં ભાગ લઈ કુલ ર૩ ગોલ્ડ મેડલ ૭ સિલ્વર ર બ્રોન્જ મેળવી આંતરરાષ્ટ્રીય લેવલે ભાવનગરનું નામ રોશન કરેલ છે.