સૌરાષ્ટ્ર યુનિ.ના ઇતિહાસ ભવન દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી કરાઈ

109

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના ઇતિહાસ ભવન દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી (એકતા દિવસ)ની ખૂબ ધામધૂમ સાથે ઉજવણી કરવામાં આવેલ. ઈતિહાસ ભવનના અધ્યક્ષ ડોક્ટર કલ્પાબેન માણેક ના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ ની રૂપરેખા તૈયાર કરવામાં આવેલ. સરદાર જયંતિ ની ઉજવણીમાં ઈતિહાસ ભવનના સેમેસ્ટર ૧ અને સેમેસ્ટર ૩ નાત્વિદ્યાર્થીઓ જોડાયા હતા. જેમાં દરેક વિદ્યાર્થીઓએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના વિવિધ પાસાઓ અંતર્ગત પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા. જેમાં સરદાર વલ્લભભાઇ પટેલનું ભારતના બંધારણમાં પ્રદાન, સરદાર મારી નજરે, ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ, આઝાદી પછીના સરદાર, સરદાર એક સફળ નેતા, ગાંધી અને સરદાર, જેવા અનેક વિષયો પર વિદ્યાર્થીઓ દ્વારા ચર્ચા અને સંવાદોનું આયોજન કરવામાં આવેલ જેના સારાંશ રૂપે એક બાબત ફલીત થઇ છે કે વર્તમાન સમયમાં સરદાર વલ્લભભાઈ પટેલ એટલા જ પ્રાસંગિક અને પ્રસ્તુત છે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન માથી આજની યુવા પેઢીને સાદગી, સત્ય, નિષ્ઠા, પ્રામાણિકતા, કર્તવ્યનિષ્ઠા, જેવા અનેક જીવનમૂલ્યો પ્રાપ્ત થાય છે આ સમગ્ર કાર્યક્રમનું સંકલન અને સંચાલન ભવનના પ્રોફેસર ડો. જીતેશસાંખટ દ્વારા કરવામા આવ્યુ.

Previous articleબોટાદ ખાતે વિવિધ સંગઠનો દ્વારા પોલીસના સમર્થનમાં આવેદનપત્ર અપાયું
Next articleતલગાજરડા ખાતે માનસ મર્મજ્ઞ મોરારી બાપુની મુલાકાત લેતાં વિધાનસભાના અધ્યક્ષ