ગૃહમંત્રી બન્યા બાદ પહેલી વખત અમિતભાઈ શાહ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શન કર્યા..

124

અમિતભાઈ શાહ એ હનુમાનજીદાદા ને શીશ ઝુકાવી વાઘા અને મુગટ અર્પણ કરી ધજા ચઢાવીને સંતોના આશીર્વાદ ગ્રહણ કર્યા…
બોટાદ જીલ્લાના સાળંગપુર ધામ ખાતે ગૃહમંત્રી બન્યા બાદ પહેલી વખત માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શન – પૂજન કર્યા હતા.

ગૃહમંત્રી અમિતભાઈ શાહ એ હનુમાનજીદાદા ને શીશ ઝુકાવી જરદોશી ભરતકામ અને મોરપિંછ ડિઝાઈનના સાથે ઈમિટેશન ડાયમંડ જડેલા વાઘા અને મુગટ અર્પણ કરવામાં આવેલ તથા ધજા ચઢાવવામાં આવેલ તેમજ રાજકીય મહેમાનો , અધિકારીઓ સાથે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શન – પૂજન દરમિયાન શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રકાશદાસજી , પ.પૂ કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી તથા વડતાલ શ્રી.સ્વા.મંદિરના ચેરમેનશ્રી દેવપ્રકાશદાસજી સ્વામી , શુકદેવપ્રસાદદાસજી સ્વામી તથા ડૉ.સંતવલ્લભદાસજી સ્વામી , શ્રી નૌતમપ્રકાશદાસજી સ્વામી તથા સંતમંડળ દ્વારા ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું.અને સંતોએ રૂડા આશીર્વાદ તેમજ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી અને ફુલહા૨ તથા દાદાની મૂર્તિ પ્રતિમાં અર્પણ કરી હતી .
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleભારતે તૈનાત કર્યા ગેમ ચેન્જર અમેરિકન શસ્ત્રો
Next articleભાવનગરમાં બે વર્ષ પૂર્વે પરણિતાને આત્મહત્યા કરવા મજબૂર કરનાર પતિને અદાલતે 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી, સાસુનો નિર્દોષ છુટકારો