ચાઇના ફેક્ટરી પ્રવૃત્તિના ડેટા પર રોકાણકારોની પ્રતિક્રિયા : કંપનીઓએ ઉત્પાદનમાં વધારો કર્યો છે જેણે માંગમાં વધુ સુધારાની અપેક્ષાએ ઇનપુટ ખરીદી માટે દબાણ કર્યું
મુંબઈ, તા.૧
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવારે શેરબજાર એક દિવસના કારોબાર બાદ લાભ સાથે બંધ થયું હતું. સોમવારે એક દિવસના કારોબાર બાદ બીએસઈનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ ૮૩૧.૫૩ પોઈન્ટ એટલે કે ૧.૪૦ ટકાના વધારા સાથે ૬૦,૧૩૮.૪૬ પોઈન્ટ પર બંધ થયો હતો. સોમવારે બીએસઈની સાથે એનએસઈમાં પણ વધારો જોવા મળ્યો હતો. સોમવારે એક દિવસના ટ્રેડિંગ બાદ એનએસઈનો મુખ્ય સૂચકાંક નિફ્ટી ૨૫૮ પોઈન્ટ્સ અથવા ૧.૪૬ ટકાના વધારા સાથે ૧૭,૯૨૯.૬૫ પોઈન્ટ પર બંધ થયો હતો. એશિયન પેઈન્ટ્સ,હિન્દ યુનિ લિવર,બજાજ ઓટો, આસીઆઈસીઆ બેન્ક અને બજાજ ફાઈનાન્સ લીલા નિશાન પર બંધ થયા. જ્યારે, રિલાયન્સ, નેસ્લેઈન્ડ, બજાજફિનસર્વ અને એમએન્ડએમના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.
આજે સવારે પણ શેરબજાર વધારા સાથે ખુલ્યું હતું. નરેન્દ્ર સોલંકી, હેડ-ઇક્વિટી રિસર્ચ (ફન્ડામેન્ટલ્સ), આનંદ રાઠીએ જણાવ્યું હતું કે, “ભારતીય બજારો મોટાભાગે હકારાત્મક એશિયન બજારો પછી ફાયદા સાથે ખુલ્યા હતા, કારણ કે રોકાણકારોએ ઓક્ટોબરના મિશ્ર ચાઇના ફેક્ટરી પ્રવૃત્તિના ડેટા પર તેમની પ્રતિક્રિયા આપી છે. માસિક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ઓક્ટોબરમાં ભારતની મેન્યુફેક્ચરિંગ સેક્ટરની પ્રવૃત્તિ વધુ મજબૂત બની છે. કારણ કે કંપનીઓએ ઉત્પાદનમાં વધારો કર્યો છે જેણે માંગમાં વધુ સુધારાની અપેક્ષાએ ઇનપુટ ખરીદી માટે દબાણ કર્યું છે. વધુમાં, દિવસની શરૂઆતમાં જાહેર કરાયેલા જીએસટી ડેટામાં ૨૪ ટકાનો વધારો રૂ. ૧.૩ લાખ કરોડનો બીજો સૌથી મોટો સંગ્રહ દર્શાવે છે. જેના કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. આ સિવાય એશિયાના અન્ય શેરબજારોમાં, સિયોલ અને ટોક્યોમાં શેર ઉછાળા સાથે બંધ થયા હતા, જ્યારે શાંઘાઈ અને હોંગકોંગના શેરબજારો લાલ નિશાનમાં બંધ થયા હતા. આ સિવાય યુરોપના શેરબજાર પણ તેજી સાથે બંધ થયા છે.