મહિલાઓ સંચાલિત ‘‘નેકી ફાઉન્ડેશન’’ના સૌજન્યથી ગ્રીનસીટીનું આજ સુધીનું સૌથી મોટુ વૃક્ષારોપણ

110

ગ્રીનસીટી સંસ્થાને શહેરને હરીયાળુ બનાવવા અનેક ઉદ્યોગપતિઓ, ડોક્ટર્સ, વકીલો, વેપારીઓ, ડોનેશન રૂપે સહાય કરી મદદરૂપ થઇ રહ્યા છે. પરંતુ રવિવારે સવારે મેયર કીર્તીબેનના હસ્તે કરવામાં આવેલ વૃક્ષારોપણ એ ગ્રીનસીટીના આજ સુધીનું સૌથી મોું વૃક્ષારોપણ હતું અને આ વૃક્ષારોપણનું સૌજન્ય બહેનો સંચાલિત સામાજિક સંસ્થા નૈકી ફાઉન્ડેશન દ્વારા પ્રાપ્ત થયું હતું. એ એક મહિલા શક્તિનું પ્રેરણાદાયી ઉદાહરણ છે. શહેરના રીંગરોડ ઉપર ૨૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ મેયર કીર્તીબેન દાણીધારીયા, શહેર ભાપ પ્રમુખ રાજીવભાઇ પંડયા, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, શહેર ભાજપ મહામંત્રી અરૂણભાઇ પટેલ, ભાજપના દંડક પંકજસિંહ ગોહિલ, કોર્પોરેશનમાં પક્ષના નેતા બુધાભાઇ ગોહિલ, ગાર્ડન કમીટી ચેરમેન ઉપેન્દ્રસિંહ તેમજ નૈકી ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ કિરણબેન તાયલ, સુમનબેન જૈન, દિપીકાબેન બંસલ, સુદેશબેન શર્મા, નીતાબેન રામાનુજ, અંજનાબેન મેસ્તરાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.આ વૃક્ષારોપણ પ્રસંગે ગ્રીનસીટીના દેવેનભાઇ શેઠે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આજે આઝાદીના લડવૈયા એવા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ છે. સરદાર એક લોખંડી પુરૂષ હતા અને તેઓના ઇરાદાઓ હંમેશા બુલંદ હતા તેવી જ રીતે શહેરને બેંગ્લોર જેવું હરીયાળુ બનાવવાનો ગ્રીનસીટીનો પણ બુલંદ ઇરાદો છે અને આ ધ્યેય અમો પ્રાપ્ત કરીને જ ઝંપીશું. ગ્રીનસીટીનું ધ્યેય માત્ર પર્યાવરણની રક્ષા જ કરવાનું નહીં પરંતુ સાથોસાથ ભાવનગર શહેરને ભારતનું એક સુંદર અને સ્વચ્છ હરીયાળુ શહેર બનાવવાનું છે.કાર્યક્રમના આરંભે ગ્રીનસીટીના ચિંતનભાઇ વ્યાસે મહેમાનોનું શાબ્દીક સ્વાગત કરી આવકાર્યા હતાં. ત્યારબાદ અંકુર શાળાના બાળકોએ બનાવેલ કલાત્મક દિવડાઓ દરેક મહેમાનોને અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

Previous articleરત્નકલાકારે આર્થિક ભીંસથી કંટાળીને આત્મહત્યા કરી
Next articleસારા અને જ્હાન્વી કપૂરે કેદારનાથમાં દર્શન કર્યા