જિલ્લાનાં 144 જેટલા 108 ઇમર્જન્સીના કર્મચારીઓ લોકોની સેવા માટે ફરજ પર રહશે
ભાવનગર શહેર અને જિલ્લામાં દિવાળીના તહેવાર દરમિયાન પણ 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ લોકોની સેવા માટે ફરજ પર તહેનાત રહેશા. જિલ્લાની પ્રજાની સેવામાં 26 જેટલી 108 એમ્બ્યુલન્સના 114 જેટલા કર્મચારીઓ લોકોની સેવા માટે હાજર રહેશે. આ અંગે મળતી વિગતો મુજબ દિવાળીના તહેવારોમાં કોઈ પણ ઇમર્જન્સીને પહોંચી વળવા ભાવનગર 108 એમ્બ્યુલન્સની ટીમ સજ્જ રાખવામાં આવી છે. કોરોના મહામારી વચ્ચે પણ નાગરિકોમાં દિવાળીના તહેવારોની ઉજવણી માટે ઘણો ઉત્સાહ દેખાઈ રહ્યો છે, ત્યારે 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મીઓ દ્વારા ભાવનગર જિલ્લાના નાગરિકોને દિવાળીની એડવાન્સમાં શુભકામનાઓ પાઠવવામાં આવી છે. 108 ઇમર્જન્સીના અધિકારી ચેતન ગાધેએ જણાવ્યું હતું કે, કોઈ પણ સમયે કોઈપણ ઇમર્જન્સીને ઝડપથી પ્રતિસાદ આપવા માટે 108 એમ્બ્યુલન્સની ટીમે તૈયારીઓ કરી લીધી છે. જે રીતે દર વર્ષે દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ આ ત્રણ મુખ્ય દિવસોમાં અકસ્માતના તેમજ અન્ય ઇમર્જન્સી કેસોમાં નોંધપાત્ર 40 ટકાનો વધારો થાય છે. તેને પહોંચી વળવા ભાવનગર 108ના કર્મીઓ પોતે નોકરી પર હાજર રહીને તહેવારોની ઉજવણી કરશે, અને નાગરિકોને ઇમર્જન્સીમાં કોઈ અસુવિધા ઉભી ના થાય તે માટે તૈયારીઓ સાથે ખડે પગે રહેશે.