વલ્લભીપુરના મુળધરાઈ ગામેથી પાટણ રોડે આવેલ વાડીના રસ્તે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા નવ શકુનીને એસઓજી ટીમે પૂર્વ બાતમી રાહે રેડ કરી રોકડ, મોબાઈલ, કાર અને બાઈક મળી કુલ રૂા.૩,૧૪,૦પ૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
એસઓજી શાખાના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી. જાડેજા તથા સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતા પોલીસ કોન્સ પ્રદિપસિંહ ગોહિલને મળેલ બાતમી આધારે મોડીરાત્રિના વલ્લભીપુર તાલુકાના મુળધરાઈ ગામેથી પાટણા રોડે આવેલ પારદડુ તરીકે ઓળખાતી વાડીના રસ્તે જાહેરમાં ગંજીપાના વતી પૈસાની હારજીતનો જુગાર રમતા નટુભાઈ બબાભાઈ સાલેવાલા રહે.બરવાળા, રામસીંગભાઈ સોભરંગસીંગ ચૌહાણ ઉ.વ.૪૦ રહે.બોટાદ, લખમણભાઈ રામજીભાઈ સોનાણી રહે.રોહિશાળા તા.જી. બોટાદ, સુરેશભાઈ ઉર્ફે સુરો વજુભાઈ પરમાર ઉ.વ.૪૦ રહે.પાટણા (ભાલ), કનકસિંહ ભુપતસિંહ ગોહિલ રહે.મુળધરાઈ, કરમશીભાઈ મુળજીભાઈ ગોહિલ ઉ.વ.પ૮ રહે.રોહિશાળા તા.જી. બોટાદ, કાન્તિભાઈ થોભણભાઈ ડાભી રહે.બોટાદ, પ્રવિણભાઈ ઉર્ફે નાનુ ખીમજીભાઈ કંટારીયા ઉ.વ.૩ર રહે.રોહિશાળા, તા.જી.બોટાદ, અલ્પેશભાઈ રામજીભાઈ ઢીંગરીયા રહે.પાટણા (ભાલ)વાળાઓને રોકડ રૂપિયા ૪૭,પપ૦ મો.ફોન ૧૦ કિ.રૂા.ર૧,પ૦૦, મો.સા.ર કિ.રૂા.૪પ,૦૦૦ કાર-૧ કિ.રૂા.ર,૦૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૩,૧૪,૦પ૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ. જે તમામ વિરૂધ્ધ જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી એસઓજી પોલીસે વલ્લભીપુર પોલીસ સ્ટેશન ખાતે તમામ સામે ગુન્હો રજીસ્ટર કરાવેલ.આ કામગીરીમાં એસઓજીના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી. જાડેજા, હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ, બલવિરસિંહ જાડેજા, ઓ.વી. ગોહિલ, ટી.કે. સોલંકી, પોલીસ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ, અતુલભાઈ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, લગ્ધીરસિંહ ઝાલા, યોગીનભાઈ ધાંધલ્યા, ડ્રાઈવર ભોજાભાઈ આહિર, મુકેશભાઈ મોહનભાઈ જોડાયા હતા.