જિલ્લા જેલમાંથી જામીન મેળવી ફરાર થયેલ આરોપીને ઝડપ્યો

1638
bvn7518-5.jpg

બોટાદની કુખ્યાત અશોક રેલીયા ગેંગનો સાગરીત હત્યાનાં ગુનામાં ભાવનગર જિલ્લા જેલમાં હોય ત્યાંથી વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી ફરાર થતાં બોટાદ, એલ,સી.બી. ટીમે સાળગપુર રોડ પરથી ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.
બોટાદ એલ.સી.બી.ના પો.ઇન્સ. એચ.આર.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના હે.કો. જયરાજભાઇ, હે.કો. બળભદ્રસિંહ, હે.કો. રાકેશભાઇ તથા પો.કો.જયેશભાઇ, વિગેરે સ્ટાફના માણસો બોટાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બોટાદ પોલીસ સ્ટેશન  ઇ.પી.કો. કલમ ૩૦૨,૩૬૪,૩૨૩,૧૨૦બી વિ. મુજબના ગુન્હામાં આજથી બે વર્ષ પહેલા રાજુભાઇ નાજાભાઇ રાવળ રહે.કુંડલી વાળા નાઓનુ અશોક રેલીયા તથા તેના સાગરીતો દ્વારા અપહરણ કરી મારમારી મોત નિપજાવેલ અને લાશને તારાપુરના કનેવાળ ગામના તળાવમાં નાખી આવેલ, જે ગુન્હાની તપાસ દરમ્યાન અશોક રેલીયા તથા તેના ૧૪ સાગરીતોને અટક કરી ભાવનગર જીલ્લા જેલ ખાતે મોકલી આપેલ જે પૈકી આરોપી મયુર ઉર્ફે ઠુઠો મુકેશભાઇ રેલીયા રહે.બોટાદ વાળો ભાવનગર જીલ્લા જેલ ખાતેથી વચગાળાના જામીન મેળવી આજદીન સુધી ફરાર હોય જેને હે.કો. જયરાજભાઇ તથા પો.કો. જયેશભાઇ મળેલ સયુંકત બાતમી હકીકત આધારે બોટાદ, સાળંગપુર રોડ,એસ્સાર પેટ્રોલ પંપ પાસેથી પકડી ધોરણસરની કાર્યવાહી કરી બોટાદ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ.

Previous article મુળધરાઈ ગામેથી તીનપત્તીનો જુગાર રમતા ૯ શકુની ઝડપાયા
Next article રાજુલામાં સ્વચ્છ ભારત મિશન હેઠળ સાફસફાઈનો પ્રારંભ કરાવતું તંત્ર