ભાવનગરના જેસરના બેડા ગામના વાડી વિસ્તારમાંથી ત્યજી દેવાયેલું નવજાત બાળક મળી આવ્યું, સારવાર માટે ભાવનગર ખસેડાયું

195

નવજાત બાળકને જન્મ આપી તરછોડી દેનાર માતાની શોધખોળ હાથ ધરાઈ
દેશ અને રાજ્યમાં તહેવારની ઉજવણી ચાલી રહી છે, ત્યારે નવા વર્ષના પ્રારંભે જ જેસર તાલુકાના બેડા ગામનાં વાડી વિસ્તારમાંથી એક નવજાત બાળક સહી સલામત મળી આવ્યું છે. બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયું છે તો બીજી તરફ પોલીસે બાળકને તરછોડી જનાર માતાની શોધખોળ શરૂ કરી છે.
ભાવનગર જિલ્લાના જેસર તાબાના બેડા ગામે ખેતરમાં કપાસના પાકમાંથી જીવિત નવજાત શિશુ મળી આવ્યું હતું. જે રૂખડભાઈ મકવાણાની વાડી માંથી નવજાત બાળક મળી આવ્યું હતું, ગતરાત્રીના સમયે ખેતરમાંથી નવજાત શિશુ મળી આવતા તેને જેસરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયું હતું, વધુ સારવાર માટે હાલ ભાવનગર ખસેડવામાં આવ્યું હતું.કડકડતી ઠંડીમાં બાળકને મૂકી ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જેસર પંથક વન્ય પ્રાણીઓ થી ઘેરાયેલો વિસ્તાર છે ત્યારે બેડા ગામના વાડી વિસ્તારમાં નવજાત બાળકને મુકી જનારને લઈ અનેક પ્રશ્ન ઉભા થયા છે, જેસર પોલીસ મથકેના ડી.કે.સરવૈયાએ જણાવ્યું હતું કે રૂખડભાઈ મકવાણાની વાડી માંથી નવજાત બાળક મળી આવ્યું હતું,જેસર પોલીસ દ્વારા નવજાત બાળકના માતાને શોધવા માટે વધું તપાસ હાથ ધરી છે, ભાવનગર જેસરના બેડા ગામમાં તરછોડાયેલા નવજાત બાળકનાં માતાને શોધવા જેસર પોલીસે એફ.એસ.એલ. તથા ડોગ સ્ક્વોડ ની ટીમ સાથે ઘટના સ્થળે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બાળકનો જન્મ થાય અને ત્યજી દેવામાં આવે છે તેવા અનેક કિસ્સાઓ સામે આવે છે, થોડા સમય પહેલા જ ગાંધીનગરના પેથાપુરમાં માસૂમને તરછોડાયાનો હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો હતો બાદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાને ગંભીરતાથી લઇ તપાસના આદેશ આપ્યા હતા, ત્યારે ફરી એક વખત ભાવનગર જેસરના બેડા ગામમાં તરછોડાયેલા નવજાત બાળકનાં માતાને શોધવા જેસર પોલીસે એફ.એસ.એલ. તથા ડોગ સ્કવોડની ટીમ સાથે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન સાચું કારણ ખુલશે.

Previous articleસાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજીના સિંહાસનને લાભ પાંચમ નિમિત્તે ફુલોનો દિવ્ય શણગાર કરાયો
Next articleશિક્ષણમંત્રીની તલવારબાજી