રાજુલા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ બાઘુબેન તેમજ ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા દ્વારા રાજુલા શહેરના વિકાસના કામોનો શુભારંભ મારૂતિ ધામથી તવક્કલનગર સુધી સીસી રોડ (નવા)નું ખાતમુર્હુત મારૂતિ ધામના મહંતના હસ્તે કરાયું હતું.
રાજુલા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ બાઘુબહેન બાલાભાઈ વાણીયા અને ઉપપ્રમુખ છત્રજીતભાઈ રામકુભાઈ ધાખડાની ટીમ દ્વારા રાજુલાના વિકાસના શ્રીગણેશ મારૂતિ ધામથી તવક્કલ એરીયા સુધી નવા સીસી રોડનું ખાતમુર્હુત મારૂતિ ધામના મહંત પ્રભુદાસબાપુ ગોંડલીયાના હસ્તે શુભ મુર્હુતમાં કરાયું. આ પ્રસંગે નગરપાલિકાના તમામ સદસ્યો તેમજ એનએસયુઆઈ રાજુલાના પ્રમુખ રવિભાઈ ધાખડા, ઉપપ્રમુખ માધવ બારોટ ઉપસ્થિત રહ્યાં હતા. રાજુલાના વિકાસનું પ્રથમ ચરણ મારૂતિ ધામ રોડથી જનતામાં ખુશીનો માહોલ છવાયો તેમજ ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડાના નિવેદનમાં જણાવ્યું કે, ઉનાળાના ધોમધખતા તાપમાં અમારી ટીમ દિવસ-રાત કાર્યરત રહેશું અને ભ્રષ્ટાચાર બાબતે અમો કોઈની શેહશરમ રાખીશું નહીં અને અગાઉ થયેલ ભ્રષ્ટાચારનો રીપોર્ટ અમોએ જિલ્લા કલેક્ટરને મોકલી દેવાયો છે જેની તપાસ કાર્યવાહી ટુંક સમયમાં જ શરૂ થશે તેમ જણાવાયું છે.