ભાવનગરથી અજમેર શરીફ ૭૫૦ કી.મી જેટલું અંતર થાય : અયુબભાઈ અજમેર શરીફ ત્રણ વખત પગ પાળા પ્રવાસ કરી ચુક્યા છે
ભાવનગર શહેર ઘાંચીવાડ વિસ્તારમાં આવેલ ઘાંચીવાડ મસ્જિદ પાસે થી બે મુસ્લિમ બિરાદરો અજમેર શરીફ ખાતે આવેલ ખ્વાજા મુહ્યુદીન, ચીસ્તી, અજમેરી સંજરી ખ્વાજા ગરીબે નવાઝની સાઈકલ યાત્રા લઈ રવાના થયા હતા. રાજસ્થાન રાજ્યના અજમેર શરીફ આવેલ હઝરત ખ્વાજા મુહ્યુદીન,ચીસ્તી, અજમેરી સંજરી ખ્વાજા ગરીબે નવાઝ નાં દરબારમાં હાજરી આપવા ખાસ દુવાઓ કરવા ભાવનગર શહેરની મેડીકલ કોલેજના કર્મચારી અને કાળુભા રોડ ગવર્મેન્ટ કોટરમા રહેતાં અયુબ ભાઈ હસન ભાઇ શેખ તથા શહેરના નવાપરા ઇદગાહ વિસ્તાર મા રહેતા યાસીન ભાઈ હુસેન ભાઇ પરમાર આજરોજ શહેરની ઘાંચીવાડ મસ્જિદેથી અજમેર શરીફ સાયકલ ઉપર જવા રવાના થયા હતા, અંત્રે ઉલ્લેખનીય છે કે, અયુબભાઈ હસનભાઈ શેખ આ અગાવ ભાવનગર થી અજમેર શરીફ ત્રણ વખત પગ પાળા (ચાલીને) અજમેર શરીફ ગયેલા છે. ભાવનગર થી અજમેર શરીફ ૭૫૦ કી.મી જેટલું અંતર થાય છે. સાયકલ પર ૧૦ દિવસ થાય છે. ઘાંચીવાડ મસ્જિદ પાસે વીદાય આપવા તેમજ સામુહિક દુવા માટે નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પુર્વ નગર સેવક કાળુભાઇ બેલીમે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું જ્યારે ઘાંચીવાડ મસ્જિદ નાં પેશ ઈમામ હાફીઝ મહંમદ ફુરકાન કાલ્વાએ સામુહિક દુવા કરાવી હતી, જેમાં વિશ્વભરમાંથી કોરોના મહામારી દુર થાય અને દેશભરમાં, કોમી એકતા, ભાઇચારો અને એકતાનો માહોલ કાયમ રહે, તેવી ખાસ દુવાઓ કરવામાં આવી હતી.