ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચા તરફથી ગુજરાતના કિસાનોનું એક પ્રતિનિધી મંડળ આગામી ૮ મે થી ૧પ મે સુધી ઈજરાયેલ અને જોર્ડનની મુલાકાતે જઈ રહયું છે. ઈજરાયેલમાં પ્રતિ દર ત્રણ વર્ષે યોજાતા આંતરરાષ્ટ્રીય કૃષિ મેળાની મુલાકાત આ પ્રતિનિધી મંડળ લેશે. જો કે આ પ્રતિનિધી મંડળ સ્વખર્ચે ઈજરાયેલ જઈ રહ્યું છે. જે ઈન્ટરનેશનલ એગ્રોરેટ ખાતે વિવિધ એગ્રીકલ્ચર યોજનાઓ આધૂનિક સિંચાઈ પધ્ધતિ, હાઈડ્રોપોનિક ખેતી, એરોપોનીક ખેતી જેવી પધ્ધતિઓનો અભ્યાસ કરશે તથા દાડમ – ખારેકની વિશિષ્ટ ખેતીના ફાર્મની મુલાકાત લેશે.
ઉલ્લેખનીય છે કે ઈજરાયેલ સૌથી ઓછા પાણી છતા સૌથી વધુ પ્રતિ હેકટર ઉત્પાદન મેળવે છે જેનો અભ્યાસ પણ આ પ્રતિનિધી મંડળ કરશે તેવું ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચના મિડિયા પ્રભારી હિતેન્દ્રભાઈ પટેલે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.