સિયેરા લિયોનની રાજધાનીમાં કમનસીબ દુર્ઘટના : ૧૦૦થી વધુ ઘાયલ, અનુસાર ઘાયલો પૈકી કેટલાકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક હજુ વધી શકે તેમ છે
ફ્રી ટાઉન , તા.૯
સિએરા લિયોનની રાજધાની ફ્રી ટાઉનમાં શુક્રવાર મોડી રાતે બીજા વાહનથી ટક્કર પછી એક ઓઇલ ટેન્કરમાં થયેલા વિસ્ફોટમાં લગભગ ૧૦૦થી વધુ લોકોના મોત થયા હતાં અને અન્ય ૧૦૦થી વધુ ઘાયલ થયા હતાં. હોસ્પિટલના જણાવ્યા અનુસાર ઘાયલો પૈકી કેટલાકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક હજુ પણ વધી શકે તેમ છે. સાક્ષીઓના જણાવ્યા અનુસાર કેટલાક મૃતદેહો મૃતકોના પરિવારજનો દફનાવવા માટે લઇ ગયા હતાં. પૂર્વ ફ્રી ટાઉનમાં સડક પર બળી ગયેલ કારો અને મોટર સાયકલો મળી આવી હતી. નાયબ આરોગ્ય પ્રધાન અમરા જાંબેએ જણાવ્યું હતું કે વિભિન્ન હોસ્પિટલ અને ક્લિનકોમાં ૧૦૦થી વધુ ઘાયલો સારવાર લઇ રહ્યાં છે. પીડિતોમાં દુર્ઘટનાગ્રસ્ત ટેન્કરમાંથી લીક થઇ રહેલા ઓઇલને લૂંટવા માટે આવેલા લોકો પણ સામેલ છે. ઉલ્લેખનીય છ કે આ અગાઉ પણ આફ્રિકાના દેશોેમાં ટેન્કર દુર્ઘટનાઓમાં અનેક લોકોના મોત થયા છે. ઓઇલ લૂંટવા માટે આવેલા લોકો વિસ્ફોટના શિકાર બની ગયા હતાં. આ અગાઉ ૨૦૧૯માં તન્ઝાનિયામાં એક ટેન્કર વિસ્ફોટમાં લગભગ ૯૦ લોકોના મોત થયા હતાં.
૨૦૧૮માપ્કોંગોમાં પણ આવી જ ઘટના બની હતી.