ગુજરાત કર્મચારી ઉત્કર્ષ મંડળ દ્વારા આંતરીક સુરક્ષા માટે સેવારત જી.આર.ડી. અને એસ.આર.ડી. જવાનોને ચુકવવામાં આવતા મામુલી વેતનમાં વધારો કરવાની માંગ સાથેનું આવેદન પત્ર ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી મારફતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પાઠવ્યું છે.
ગુજરાત પોલીસ દળની સાથે રહી સુરક્ષા વ્યવસ્થા જાળવામાં મદદરૂપ થતા ગ્રામરક્ષક દળ (જી.આર.ડી.) તથા સાગર તટરક્ષક દળ (એસ.આર.ડી.) જવાનોને ૮ કલાકની ફરજના મહેનતાણા રૂપે રૂા. ૧૦૦ જેવી મામુલી રકમ ચુકવવામાં આવે છે જે એક રોજમદાર (મજુર)ના પ્રતિદિનના વેતન કરતા પણ ઓછુ છે કારણ કે તેઓને ઓછામાં ઓછુ ૩૦૦ રૂપિયા જેવી મજુરી ચુકવામાં આવે છે હાલના કાળજાળ મોંઘવારીમાં રાજયભરમાં પ૦ હજાર જેટલા જવાનોના પ લાખથી વધુ પરિવારો નિર્ભર છે ત્યારે જીઆરડી, એસ.આર.ડી. જવાનોના માનદ વેતનમાં તત્કાલ વધારો કરવાની માંગ સાથે મુખ્યમંત્રી રૂપાણીને સંબોધતુ આવેદનપત્ર ભાજપના પ્રદેશ પ્રમુખ, જીતુભાઈ વાઘાણીને પાઠવી રજુઆત કરી છે.