તળાજાના બોરલા નજીક બાયો એનર્જીના કારખાનાના ગોડાઉનમાં વિકરાળ આગ, તમામ સામાન તેમજ મશનરી બળીને ખાખ

160

5 કલાકની ભારે જહેમત બાદ ભાવનગર, તળાજા અને અલંગ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
ભાવનગરમાં તળાજા ખાતેના ત્રાપજ-બોરલા રોડ પર જય ખોડલ બાયો એનર્જીના કારખાનાના ગોડાઉનમાં આજે ગુરૂવારે સવારે વિકરાળ આગ લાગી હતી. જેથી ભાવનગર ઉપરાંત તળાજા અને અલંગના ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લીધી હતી. આ આગનું કારણ અને નુકશાની જાણવા મળી નથી. પંરતુ આગમાં તમામ સામાન કાચુ મટીરયલ તથા મશનરી બળીને ખાખ થઈ ગયુ છે.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ તળાજાના ત્રાપજ-બોરલા રોડ પર સર્વે નં.36 પૈકી 6 પૈકી 1ની જગ્યાએ આવેલા પરેશભાઈ કેશવાણીની માલીકીના જય ખોડલ બાયો એનર્જીના કારખાનાના ગોડાઉનમાં કે જ્યાં શીંગની ફોતરીના ગઠ્ઠા બનાવવાનું કામ થતુ હોય ત્યાં આજે સવારે કોઈ કારણોસર આગ લાગી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તૂરંત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આગની ઘટનાની જાણ થતા તળાજા, તથા અલંગ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલીક ઘટનાસ્થળે પહોચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે, આગ વિકરાળ હોવાથી ભાવનગર ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી જેથી ભાવનગર બ્રિગેડના ત્રણ હેવી બ્રાઉઝર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પાંચ કલાકની ભારે જહેમત બાદ પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લીધી હતી.
શીંગની ફોતરીમાંથી ગઠ્ઠા બનાવવાના બાયો કોલના કારખાનામાં લાગેલી વિકરાળ આગના ધુમાડા દુર દુર સુધી નજરે ચડતા હતા. આ આગનું કારણ અને નુકશાની જાણવા મળી નથી. પંરતુ આગમાં તમામ સામાન, કાચુ મટીરયલ તથા મશનરી બળીને ખાખ થઈ ગયુ છે.

Previous articleકેબિનેટ મંત્રી કીરીટ સિંહ રાણા ભાવનગરની મુલાકાતે, ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા બેઠક યોજી
Next articleભાવનગરમાં જલારામ મંદિરે સાદગીપૂર્ણ ઉજવણી, રક્તદાન કેમ્પ, બી.પી અને ડાયાબિટીસ તપાસ કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા