બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ ૬૦ લાખનો ડ્રેસ પહેર્યો

123

મુંબઈ ,તા.૧૪
બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પોતાના ફ્ેશન સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. ઉર્વશી રૌતેલા મોંઘા મોંઘા આઉટફ્ટિ પહેરતી હોય છે. હાલમાં જ એક્ટ્રેસે સિલ્વર બૉડીકોન એમ્બેલિશ્ડ ડ્રેસ કૅરી કર્યો હતો. સોશિયલ મીડિયામાં ઉર્વશી રૌતેલાની તસવીરો વાઇરલ થઈ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, ઉર્વશી રૌતેલાએ ઇન્ટરનેશનલ ડિઝાઇનર માઇકલ સિન્કોએ ડિઝાઇન કરેલો ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસની કિંમત ૬૦ લાખ રૂપિયા હતી. ઉર્વશીએ ફિલ્મફેર રેડ કાર્પેટ ઇવેન્ટમાં આ ડ્રેસ પહેર્યો હતો. ઉર્વશીએ પોનીટેલ લીધી હતી અને હીરાના ઇયરરિંગ્સ તથા રિંગ્સથી લૂક કમ્પ્લીટ કર્યો હતો. આ ડ્રેસમાં ઉર્વશી પરી જેવી લાગતી હતી. ઉર્વશીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ ‘દિલ હૈ ગ્રે‘માં જોવા મળશે. આ ફિલ્મ તમિળ ફિલ્મ ‘થિરુટ્ટુ પાયલ ૨‘ની હિન્દી રિમેક છે. ઉર્વશી એક્ટર રણદીપ હુડ્ડા સાથે ફિલ્મ ‘ઇન્સ્પેક્ટરઅવિનાશ‘માં જોવા મળશે. ગુરુ રંધાવા સાથે સોંગ ‘ડૂબ ગયા અભી ભી‘ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયું હતું. આ ઉપરાંત ઉર્વશી ઇજિપ્તિયન સુપરસ્ટાર મોહમ્મદ રમઝાનની સાથે ‘બ્લેક રોઝ‘માં જોવા મળશે.

Previous articleદિકરીઓની કાળજી-સુરક્ષા માટે વિશેષ ‘લાડકી’ કાર્યક્રમ જિલ્લા કલેક્ટરનાં અધ્યક્ષસ્થાને શરૂ કરાયો
Next articleટી-૨૦ રેક્રિંગમાં વિરાટ કોહલી આઠમા ક્રમે ગયો