હોસ્પિટલ બિછાને પ્રજા પીલાઈ છે. પરંતુ તંત્રનુ પેટનુ પાણી હલતુ નથી : ટાઈફોડ, મેલેરીયા, ચિકન ગુનિયા, ડેગ્યુ જેવા રોગોએ માથુ ઉચકતા હોસ્પિટલ દર્દીથી ઉભરાયા
સિહોરમાં ઠેર ઠેર ગંદકીના ગંજ અને દુષીત પાણી વિતરણના કારણે ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. ટાઈફોડ, મેલેરીયા, ચિકન ગુનિયા, ડેગ્યુ જેવા ગંભીર રોગથી પ્રજા પીડાઈ રહી છે. હોસ્પિટલ દર્દીથી ઉભરાતા જોવા મળી રહ્યા છે. પરંતુ સિહોરના સરકારી તંત્રનુ પેટનુ પાણી હલતુ નથી. છોટા હાથી ગણાતા સિહોરમાં ગંદકીના ગંજ અને જ્યા જોવો ત્યા ગટરનુ ગંદુ પાણી વહેતુ જોવા મળી રહ્યા છે. રોડ રસ્તા પરથી પસાર થવુ શહેરીજનો માટે દુષ્વાર બન્યુ છે. શહેરની ૮૦ હજારની વસ્તીને પીવા માટે અપાતુ પાણી પણ દુષિત પુરૂ પાડી તંત્ર લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યુ છે. ઠેર ઠેર ઉકરડા સુશોભીત થઈ રહ્યા છે. પરંતુ તંત્ર તેને નજર અંદાજ કરી સફાયથી અળગુ રહે છે. ગંદકીથી ઉભરાતા ઉકરડા સમયસરા નહી ઉપાડાતા ઉભરાઈને રોડ પર આવી જતા રોડ પરથી પસાર થતા લોકાને ના છુટકે ગંદકી ઉપરથી પસાર થવુ પડે છે.ગંદકી દુર્ગધ મારતી હોવાના કારણે વિસ્તારના રહીશોને પોતાના ઘરના બારી બારણા બંધ રાખવાની નોબત આવી છે. અધુરામાં પુરૂ શહેરની ઘરે ઘરે નળ મારફતને અપાતા પીવાનુ પાણી એકદમ ડહોળુ અને દુર્ગધ મારતુ સપ્લાઈ કરવામાં આવે છે. જે પાણી કપડા ધોવામાં પણ ઉપયોગમાં ન લેવાય તે પાણી લોકોને ફરજીયાત પીવાની ફરજ પડે છે. જેને લઈ લોકોના આરોગ્ય ઉપર ખતરો તોળાઈ રહ્યો છે. ગંદકીના ગંજ, ગટરો અને દુષિત પાણી સપ્લાઈના કારણે સિહોરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. તાવ, ટાઈફોડ, મેલેરીયા, ચિકન ગુનિયા, ડેગ્યુ જેવા રોગોએ માથા ઉંચકતા હોસ્પિટલો દર્દીથી ઉભરાયા છે કતારો જામી છે. શહેરની પ્રજા પીડાઈ રહી છે. પરંતુ સ્થાનિક તંત્રનુ સફાઈના નામેે સરવાળે મીંડુ જોવા મળી રહ્યુ છે. તંત્રનુ પેટનુ પાણી ન હલતુ હોય તેમ આંખ આડા કાન કરી રહ્યુ છે. જેને લઈ લોકોમાં સરકારી તંત્ર સામે રોષની લાગણી જન્મી છે. તંત્ર કુંભકર્ણની નિંદરમાંથી જાગી શહેરીજનોના સ્વાસ્થય માટે પગલા લેશે. તે બાબતે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.