15 ડિસેમ્બર સુધીમાં લગ્નોના 12 મુહૂર્ત
કોરોનાના કારણે મોકૂફ રહેલા લગ્નો આ સિઝનમાં યોજાશે
દેવઉઠી અગિયારસના દિવસે તુલસી વિવાહ યોજવામાં આવે છે. આ દિવસે તુલજીના લગ્ન ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલીગ્રામ સાથે કરવામાં આવે છે અને તેની સાથે જ લગ્ન સીઝનની શરૂઆત થાય છે. લગભગ 4 મહિના બાદ આજથી ભાવનગર સહિત રાજ્યમાં લગ્નની શરણાઇઓ ગુંજી ઉઠી હતી. આ વખતે અડધો નવેમ્બર અને અડધા ડિસેમ્બરમાં કુલ એક માસમાં 12 શુભ મુહૂર્તમાં સેંકડો લગ્ન થવાનો અંદાજ છે. તુલસી વિવાહથી શરૂ થતી લગ્નની સિઝનમાં નવેમ્બરની તા. 15, 16, 20, 21, 28, 29, 30 માં 7 અને ડિસેમ્બરની તા. 1, 2, 6, 7, 11, 13, માં 6 શુભ મુહૂર્ત રહેશે. સરકાર દ્વારા 400 લોકોની મર્યાદા સાથે શરૂ થતી લગ્નસરાની આ સિઝનમાં લોકો ઘરઆંગણે જ લગ્ન પ્રસંગ યોજવાનું પસંદ કરી રહ્યા છે. ગત વર્ષે કોરોનામાં મોકૂફ રહેલા લગ્નો પણ આ સિઝનમાં લોકો ધામધૂમ પૂર્વક કરી રહ્યા છે. ગત વર્ષે કોરોનાના કારણે ઠપ રહેલું બુકિંગ હવે આ વર્ષે સારૂ એવું થાય તેવું પાર્ટી પ્લોટોમાં ઈચ્છી રહ્યા છે, સરકાર લગ્ન પ્રસંગમાં આવતાં મહેમાનોની સંખ્યાની મર્યાદા વધારે તો હજુ બુકિંગ વધે તેવી આશા છે. જે મુજબ 15 ડિસેમ્બર,2021થી 14 જાન્યુઆરી 2022 સુધી સૂર્ય ધન રાશિમાં રહેતાં ધનારક કમુરતાં રહેશે.