મુંબઈ, તા.૨૨
ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ ૧૧૭૦ અંક ઘટીને ૫૮૪૬૫ પર બંધ રહ્યો હતો. જ્યાર નિફ્ટી ૩૪૮ અંક ઘટીને ૧૭૪૧૬ પર બંધ રહ્યો હતો.Paytm નો શેર ૧૭.૪૯ ટકા ઘટી ૧૨૯૨ પર કારોબાર કરી રહ્યો છે. શેરમાં આજે વધુ ૨૭૨ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે શેર પ્રથમ દિવસે ૨૭ ટકા તૂટીને ૧૫૬૪ રૂપિયા પર બંધ રહ્યો હતો.Paytm ની ઈસ્યુ પ્રાઈસ ૨૧૫૦ રૂપિયા નક્કી થઈ હતી. શેર પ્રથમ દિવસે જ ૨૭ ટકા તૂટીને ૧૫૬૪ રૂપિયાએ બંધ થયો હતો. એટલે કે રોકાણકારોને IPO પ્રાઈસની સરખામણીમાં ૫૮૬ રૂપિયા પ્રતિ શેરનું નુકસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે લિસ્ટિંગ શેરીમનીમાં સંબોધન કરતા Paytm ના ફાઉન્ડર વિજય શેખર શર્માની આંખમાં આંસુ આવી ગયાં હતા. જોકે Paytm નું લિસ્ટિંગ ઈસ્યુ પ્રાઈસ કરતાં નીચી કિંમતે થતાં લોકોએ સોશિયલ મીડિયા પર આ અંગે રોષ વ્યક્ત કર્યો હતો. ગુરુવારે ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ ૩૭૨ અંક ઘટીને ૫૯,૬૩૬ પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૧૩૪ અંક ઘટીને ૧૭૭૬૪ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર સ્શ્સ્, ટેક મહિન્દ્રા, HCL ટેક, લાર્સન, ટાટા સ્ટીલ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. સ્શ્સ્ ૩.૨૮ ટકા ઘટી ૯૨૩.૮૦ પર બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા ૩.૧૯ ટકા ઘટી ૧૫૬૬.૩૦ પર બંધ રહ્યો હતો. જોકે SBI, પાવર ગ્રિડ કોર્પ, HDFC બેન્ક, રિલાયન્સ, ICICI બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યા હતા. SBI ૧.૧૬ ટકા વધી ૫૦૩.૯૫ પર બંધ રહ્યો હતો. પાવર ગ્રિડ કોર્પ ૦.૬૩ ટકા વધી ૧૯૨.૩૫ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર રિલાયન્સ, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા, મારુતિ સુઝુકી, બજાજ ફિનસર્વ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રિલાયન્સ ૩.૧૦ ટકા ઘટી ૨૩૯૬.૦૦ પર કારોબાર કરી રહ્યો છે. બજાજ ફાઈનાન્સ ૨.૨૬ ટકા ઘટી ૭૩૨૨.૦૦ પર કારોબાર કરી રહ્યો છે. પેટીએમનો શેર ૭.૫૧ ટકા ઘટી ૧૪૪૬.૭૫ પર કારોબાર કરી રહ્યો છે. ભારતી એરટેલ, એશિયન પેઈન્ટ્સ, પાવર ગ્રિડ કોર્પ, ઈન્ડસઈન્ડ બેન્ક, ITC સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ભારતી એરટેલ ૫.૫૭ ટકા વધી ૭૫૪.૦૦ પર કારોબાર કરી રહ્યો છે. એશિયન પેઈન્ટ્સ ૧.૪૦ ટકા વધી ૩૨૭૧.૭૫ પર કારોબાર કરી રહ્યો છે.
Home National International શેરબજાર ઉંધા માથે : સેન્સેક્સ ૧૧૭૦, નિફ્ટી ૩૪૮ ગાબડાથી લાખો રોકાણકારોના કરોડો...