જૈનોની તિર્થનગરી પાલીતાણા ખાતે શેત્રુંજી પર્વતની યાત્રા શરૂ થયા બાદ હવે છ’રીપાલીત સંઘ પણ શરૂ થયા છે. આ વખતે ૪૦ જેટલા છ’રીપાલીત સંઘો યાત્રા કરનાર હોવાનું મનાઈ રહ્યુંં છે ત્યારે આજે પ્રથમ છ’રીપાલીત સંઘ આવી પહોચ્યો હતો અને યાત્રા શરૂ કરી હતી. આ.ભ.મણિપ્રવિણસુરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં સોનગઢથી પાલીતાણા ખાતે ચર્તુવિધ સંઘ આવી પહોચ્યો હતો. અને શેત્રુંજ્યગીરીરાજની યાત્રા શરૂ કરી હતી. આ પ્રસંગે સંઘપતિને માળા રોપણ કરાયુ હતું. સંઘમાં સાધુ-સાધ્વીજી, શ્રાવક-શ્રાવીકાઓ સહિત ૨૦૦થી વધુ લોકો છ’રીપાલીત યાત્રામાં જોડાયા છે. હજુ અન્ય સંઘો આવી યાત્રા શરૂ કરશે.