બોર્ડની પરીક્ષાઓના પરિણામ પછી સામાન્ય રીતે આપઘાતના બનાવોમાં વધારો થાય છે. આમ થતું રોકવા માટે ગાંધીનગર પોલીસે એક નવતર પ્રયોગ અપનાવ્યો છે જેમાં સારી એવી સફળતા મળી છે.
ગાંધીનગર પોલીસ દ્વારા નર્મદા કેનાલમાં પડીને આપઘાત કરી લેવાના બનાવોમાં ઘટાડો કરવાના ઈરાદે હવે કેનાલ પર વિદ્યાર્થીઓને જ તેનાત કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીને બચાવવા માટે વિદ્યાર્થીઓ પહેરો ભરે છે. હાલમાં નર્મદા કેનાલ પર ૮૦ વિદ્યાર્થીઓએ વોચ ગોઠવી છે. પરિણામ બાદ અધટિત ઘટનાને રોકવા વિદ્યાર્થીઓનો મોરચો ઉભો કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓ દ્વારા સારી કામગીરી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ એક મહિલા અને એક પુરુષને બચાવ્યા છે. બંનેને કાઉન્સિંગ માટે જિલ્લા પોલીસ કચેરી મોકલવામાં આવ્યા છે. આમ પરીણામ જાહેર થતાં પોલીસે સતર્કતા દાખવી છે.