મેયર કિર્તીબેન દાણીધારીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
સંતશ્રેય એજ્યુકેશન ટ્રસ્ટ સહિતની જુદી જુદી સંસ્થાઓ દ્વારા આયોજીત બહેનો માટે વિનામૂલ્યે દિપાવલી વેકેશન કેમ્પ યોજાયો હતો. તેનો પૂર્ણાહુતિ સમારોહ યોજાયેલ જેમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં અને પ્રાસંગિક ઉદ્દબોધનો કરાયા હતાં.સંતશ્રેય એજયુકેશન ટ્રસ્ટ, માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને આરાધના વિદ્યા સંકુલ, સહજાનંદ વિદ્યાલય, તરસમીયા રોડ, ભાવનગર દ્વારા વિનામૂલ્યે બહેનો માટે ૭ પ્રવૃતિઓ : યોગ, કરાટે, ડ્રોઈંગ, ગ્લાસ પેઈન્ટીંગ, સીરામિક પેઈન્ટીંગ, મહેંદી, બ્યુટીપાર્લર શીખવાડવાના તાલીમવર્ગનો પૂર્ણાહુતિ સમારોહ યોજેલ છે. જેમાં ભાગ લેનાર ૨૦૦ બહેનોને સર્ટીફીકેટ અને કોમ્પીટીશનમાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર બહેનોને ઈનામો તથા ઈન્સ્ટ્રકટરોને સર્ટીફીકેટથી સત્કારવાનો કાર્યક્રમ મેયર કિર્તીબેન દાણીધારીયા, ચીફગેસ્ટ તરીકે જયેશભાઈ શાહ અને પ્રિતીબેન શાહ પ્રેસીડેન્ટ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, મનસુખપરી ગોસાઈ, ગીરીશભાઈ શેઠ, દિલીપભાઈ ભટ્ટ, પીયુષભાઈ વ્યાસ, ડો.નિપાબેન ઠકકર, વાઘમશી સાહેબ નાયબ બાગાયત નિયામક, ડો.હિરેનભાઈ ચાવડા, રામદાસભાઈ કાપડી, કામાક્ષીબેન વૈધ, નયનાબેન મેર, મહિલા સામખ્ય ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન નરેન્દ્રભાઈ પનારાએ કરેલ. સ્વાગત પ્રવચન અરૂણભાઈ ધંધુકીયા (પ્રિન્સીપાલ સહજાનંદ વિદ્યાલય)એ કર્યું હતું. જ્યારે આભારવિધી ઘનશ્યામભાઈ ત્રિવેદી (પ્રિન્સીપાલ માધ્યમિક અને ઉ.મા. સેલ્ફ ફાયનાન્સ, સહજાનંદ વિદ્યાલય) એજ રીતે કાર્યક્રમની ઉદઘોષણાના શાળાના શિક્ષક લાભુભાઈ વાઘેલાએ કરેલ, તજજ્ઞ નિષ્ણાંત તરીકે યોગ માટે જયેશભાઈ શાહ, કરાટે માટે વિનોદભાઈ માલાણી, પ્રકાશભાઈ ચુડાસમા, મહેંદી માટે મરજીનાબેન પઠાણ, ગ્લાસ પેઈન્ટીંગ, સીરામીક પેઈન્ટીંગ માટે સુનીતાબેન માલકાણી, બ્યુટીપાર્લર માટે સોનલબેન નરવાણીએ સેવાઓ આપી હતી.