સોની સબ પર વિચારપ્રેરક શો શુભ લાભ- આપકે ઘર મેંએ તેની અજોડ વાર્તારેખા સાથે દેશભરમાં દર્શકોને મોહિત કરવાનું ચાલુ રાખ્યું છે, જેમાં હવે તે જીવન અને અસલ રીતે જીવવા પર નવું પરિપ્રેક્ષ્ય દર્શકો માટે લાવવા વધુ એક પગલું આગળ વધ્યો છે. તાજેતરની વાર્તાએ સવિતાને દેવી લક્ષ્મી (છાવી પાંડે) પાસે લાવી દીધી છે. આ પછી સવિતા (ગીતાંજલી ટીકેકર)ની કસોટી થાય છે.સવિતાની સારી બહેનપણી દિવ્યા જ દેવી લક્ષ્મી છે એ જાણ્યા પછી આનંદિત સવિતા તેને પોતાના ઘરમાં હાજરી આપીને પાવન કરવા આમંત્રિત કરે છે. જોકે સવિતા દેવી લક્ષ્મીનું આવવાનું લંબાય છે, કારણ કે દેવી ચાહે છે કે સવિતા તેનો સારો સ્વભાવ બતાવે અને સવિતા યોગ્ય બાબતો કરે અને જીવનમાં પોતે આપેલી શીખ અપનાવે કે નહીં તે જોવા માટે દેવી સવિતાની કસોટી લેવા માગે છે. સવિતાએ ૭ પાપ સફળતાથી ધોવા પડશે અને તે પછી જ દેવી તેની અસલ ભક્તના ઘરે પધારશે. શું સવિતા સફળ થશે અને દેવી લક્ષ્મી તેના ઘરે આવશે?
સવિતાની ભૂમિકા ભજવતી ગીતાંજલી ટીકેકર કહે છે, વર્તમાન વાર્તા મારા પાત્ર સવિતા માટે બહુ રોમાંચક છે. તે આખરે દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવે છે અને તેથી તેના ઘરમાં પધારીને પાવન કરે એવું ચાહે છે. દેવી લક્ષ્મીની શીખની ખુદ કટ્ટર સમર્થક હોઈ હું સવિતા જે લાગણીઓમાંથી પસાર થઈ રહી છે તેની સાથે પોતાને જોડું છું. દેવી લક્ષ્મીના આશીર્વાદ દરેક ભક્ત ચાહે છે અને દેવી તમારા ઘરમાં આવીને પાવન કરે તો તેના જેવું બીજું કશું નહીં હોઈ શકે. સવિતા આસાન રસ્તો અખત્યાર કરવા માટે ટેવાયેલી છે, જેથી દેવી લક્ષ્મીએ આપેલાં કાર્યોમાં તે સફળ થશે કે કેમ તે જોવાનું રસપ્રદ બની રહેશે. જોતા રહો શુભ લાભ- આપકે ઘર મેં, દરેક સોમવારથી શનિવારે રાત્રે ૯.૩૦ વાગ્યાથી, ફક્ત સોની સબ પર.