વહીવંચા બારોટ સમાજ માટે બારોટજી એપ્લીકેશન રાજકોટ ખાતે લોંચ કરાઈ

1718
guj1152018-3.jpg

સમસ્ત વહીવંચા બારોટ સમાજ માટે રાજકોટ બારોટ સમાજ દ્વારા રૂા. ૧ લાખના ખર્ચે બારોટજી નામક એપ્લીકેશન લોંચ કરાઈ આ અતિ ભવ્ય પ્રસંગે મહાનુભાવોના સન્માન સમારંભમાં અમરૂભાઈ બારોટનું તેમજ સંત શિરોમણી શાંતિ દાસબાપુનું સન્માન કરાયું હતું.
સમસ્ત વહીવંચા બારોટ સમાજના ઉત્કર્ષ માટે રાજકોટ બારોટ સમાજ દ્વારા રાજકોટ ખાતે બારોટ સમાજને અતિપયોગી એવી ૧ લાખના ખર્ચે ગુગલ પર બારોટજી નામક એપ્લ્કેશન લોંચ કરાઈ જેમાં ભાવનગર રાજુલા અમરેલી જુનાગઢ, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર સુધી જીલ્લાના બારોટ સમાજની હાજરી સાથે બારોટ સમાજ રાજકોટ પ્રમુખ વશરામભાઈ ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ વિસાણી, તમામ સંકલન પંકજભાઈ સોઢા, પ્રફુલભાઈ સિહોરા, કિરીટભાઈ શા્‌ંતિબાપુ દેવાતકા, ડો. હિરેનભાઈ વિસાણી, ભારદ્વાજ રેણુકા, દેવેન્દ્રભાઈ મનાતર દ્વારા આ બારોટ સમાજના તમામ પાસાઓના ઉત્કર્ષના દ્વાર ખોલવા જબ્બરજસ્ત આયોજન કરેલ છે ભવિષ્યની આવનાર પેઢીઓ સુધી ચાલશે તેવા ભવ્ય કાર્યક્રમમાં બારોટ સમાજના સંત શિરોમણી શાંતીદાસ બાપુનું તેમજ પ્રેસ પ્રતિનિધિ અમરૂભાઈ બારોટ તેમજ ગુલાબદાનભાઈ બારોટ તેમજ જુનાગઢ બારોટ સમાજ પ્રમુખ રમેશભાઈ સોનરાતનું દબદબાભર્યુ સન્માનને ભવ્ય કાર્યક્રમ યોજાયો. જેમાં વિશેષ રૂપે ગુલાબદાનભાઈ તેમજ ડો. નરેન્દ્રભાઈ વિસાણી સંજયભાઈ સોઢા દ્વારા આવનારા સમયમાં વહીવંચા બારોટ સમાજના ઉત્કર્ષ માટે વિધવિધ મંડળીઓ બનાવવી તેમજ બારોટ સમાજને લગતી કોઈ પણ સંસ્થાઓમાં જોડાઈ અને સમાજમાં રહેલા દુષણોનો ત્યાગ કરી નાના મોટા વાંધા વચકા ભુલી જઈ બારોટ સમાજમાં એકતા જળવાઈ અને છેક રાજય સરકારમાં બારોટ સમાજની નોંધ લેવરાવી સરકારમાંથી જે તે જ્ઞાતિઓને મળતા લાભો તેમાય અતિ વિશેષ ભારતી સંસ્કૃતિ અને હિન્દુ સંસ્કૃતિને ટકાવીર ાખનાર માત્રને માત્ર બારોટ સમાજ પુરાવા સાથે અને સુપ્રિમકોર્ટના ૧૯પ૧ના ચુકાદા પ્રમાણે બારોટ સમાજનો ચોપડો વહી માન્ય છે તો તે વહી ચોપડાના રક્ષણ માટે અખિલ ભારતીય વંશાવલી સંસ્થા રાષ્ટ્રીય લેવલે કાર્યરત છે. તેમાં જોડાઈને બારોટ સમાજના કાર્યકર્તાઓને મદદ સદસ્યતા અભિયાનમાં જોડાવા હાંકલ કરાઈ. 

Previous articleગાંધીનગર જિલ્લાનું ધોરણ -૧ર સાયન્સનું ૭૭.૮૪ ટકા પરિણામ
Next articleસરપંચ સામે ૧ વર્ષ સુધી અવિશ્વાસની દરખાસ્ત ન કરવાના નિર્ણયને આવકાર